રાજુલા ના વિક્ટર નજીક આવેલ ડુંગર ફાટક પાસે થી ગત તા .૨૪/૨/ના રોજ આશરે ૪વર્ષ ના નર સિંહ નો શંકાસ્પદ મ્રુત દેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું અને અમરેલી જિલ્લા ડીએફઆૅ શાકિરા બેગમ પણ અહીં દોડી આવ્યા હતા અને એફ.એસ.એલ. અને ડોગ સ્કોડ ની મદદ લઈને તપાસ શરૂ કરાય હતી અને ડી.એફ.આૅની સૂચનાથી જુદી જુદી ૩ ટુકડી બનાવીને તપાસ પણ શરૂ કરાય હતી પરંતુ ઘટના બન્યાને આજે સવા મહિના જેવો સમય વીતવા છતાં ફિફા ખાંડતું વનવિભાગની તપાસ ઠેર ની ઠેર છે.
વિક્ટર નજીકથી મળી આવેલ સિંહનું મોત વાડીઓમાં મૂકવામાં આવેલા ઇલેક્ટ્રીક શોકથી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું અને વાડી માલિક દ્વારા બનાવને અકસ્માતમાં ખપાવવાના બદ ઇરાદે વાડી માલિક દ્વારા વાહન તેમજ જાણકારોંની મદદ લય ને સિંહના મ્રુતદેહને માર્ગ પર બાવળની કાંટમાં ફેંકવામાં આવ્યો જેથી કરીને સિંહનું મોત અકસ્માતમાં થયું હોય તેમ ખપાઈ જાય પરંતુ મ્રુતદેહ પર કોઈ ઈજાના નિશાનના મળ્યા હતા જેથી બનાવ શંકાસ્પદ જણાયો હતો પણ વન વિભાગની તપાસ હજુ ઠેરની ઠેર હોય તેવું લાગી રÌšં છે. સિંહોની પંજવણી મામલે વન વિભાગ દ્વારા સાઇબર ક્રાઇમ ની મદદ વડે ગુન્હોઆૅ ઉકેલી નાખવામાં આવતા હોય છે પરંતુ સિંહની હત્યા ના મામલે હજુ સુધી શા ? માટે વન વિભાગ સાયબર ક્રાઇમ ની મદદ લેતું નથી તે પણ એક સવાલ ઉઠવા પામ્યો છે.
આ મામલે સીધી જ તપાસ ડી.એફ .ઓ .શકીરા બેગમ ના માર્ગ દર્શન હેઠળ ચાલી રહી છે અને ડુંગર પોલીસ સ્ટેશન માં લગાવેલા સી .સી .ટી .વી .ની પણ મદદ લેવાઈ હોવા નું વનવિભાગ ના સૂત્રો પાસે થી જાણવા મળ્યું હતું તેમાં પણ કોઈ નકર પુરાવા મળ્યા ના હતા તેમજ અહીં આજુ બાજુ ના ૧૦કી .મી .ના એરિયા પણ વન વિભાગ દ્વારા ખૂંદી નાખવા માં આવ્યા હતા તેમાં પણ કોઈ કડી હાથ લાગી ન હતી અહીં સિંહ ના મ્રુત દેહ નજીક થી ગોદડાં પણ મળી આવ્યા હતા તે પણ હજુ શોભના ગાંઠિયા સમાન પંડ્યાજ છે ત્યારે સિંહ પ્રેમીઆૅ માં એવી માંગ ઉઠવા પામી છે કે અહીં મળી આવેલા મ્રુત દેહ ની તપાસ માં વન વિભાગ ના અધિકારીઓ દ્વારા સાયબર ક્રાઇમ ની મદદ લીધી જ નથી ત્યારે સિંહો ની પંજાવણી કરતો વિડીઓ વાયરલ થાય તેમાં તુરંત જ સાયબર ક્રાઇમ ની મદદ લય ને ગુન્હો ઉકેલવા માં આવતો હોય છે ત્યારે અહીં પણ જા વન વિભાગ દ્વારા બનાવની રાત્રિ દરમિયાનના કુલ કેટલા લોકોના મોબાઇલના લોકેશન અહીં ના આવે છે તેમાંથી કેટલા લોકોની શંકાસ્પદ હિલ ચાલ છે અને આવા શંકાસ્પદ લોકોના પણ કોલ ડિટેલ કાઢવામાં આવે તો ગુન્હો ઉકેલવામાં મોટી સફળતા મળે તેમ છે સિંહોના હત્યારા હવામાં તો ઓગળી ગયા નથી ને ? ત્યારે જા સિંહોની પંજવણી મુદ્દે વન વિભાગ ઊંધે માથે થાયને કસૂરવારને સજા અપાવતું હોય છે તો સિંહોની સુરક્ષા માટે કરોડો રૂપિયાના ખર્ચા થાય છે છતાં પણ આવા બનાવો બનવા પામે છે તો શું ?
સિંહોની હત્યામાં વન વિભાગ સાયબર ક્રાઇમની મદદ ન લઈ શકે અને શા માટે સાયબર ક્રાઇમની મદદ લેવામાં આવતી નથી તે પણ એક શંકા ઉપજાવતો સવાલ છે ત્યારે વન વિભાગ દ્વારા આ અંગે સાયબર ક્રાઇમ ની મદદ લઈને કસૂરવાર ને કડક સજા કરવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમી આૅ માં માંગ ઉઠવા પામી છે.