શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા પ્રવૃતિ અંતર્ગત સુધા બહેન કનુભાઈ શાહ ચેરીટેબલ ટ્રસ્ટનાં સહયોગથી ભાવનગરનાં જાણીતા ઉદ્યોગ ટૃ-શેપ ઇન્ડસ્ટ્રીઝ નાં ઉપક્રમે તા.૨૮ ફેબ્રુઆરીનાં રોજ ઉદ્યોગનાં કર્મચારીઓ માટે ૩૧૨ મો દ્રષ્ટિ ચકાસણી યોજવામાં આવેલ. ઉદ્યોગ નાં મેનેજીંગ ડિરેકટર શબનમબહેન કુતુબભાઈ કપાસી દવારા ઉદ્યોગનાં કર્મચારીઓની આરોગ્યની સંભાળ હેઠળ આ કાર્યક્રમ યોજાયો. તેમાં હિરેનભાઈ જાંજલ દવારા ૩૩ ભાઇઓ-બહેનોને ચશ્માનાં નંબર તપાસી ને ચશ્મા આપવામા આવેલ. આ કાર્યક્રમ નું સંકલન મીના બહેન મકવાણાએ કર્યું હતુ.