સરીતા સોસાયટીમા રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રાહુલભાઇ રામજીભાઇ ધોળકીયાઅ ડી.ડીવીઝન પોલીસમા નોંધાવેલી ફરિયાદમા જણાવાયું છે કે ગત તા.૨૦/૨ ના તેમના ધંધાના ભાગીદાર હીતેશભાઇ મહાસુખભાઇ અગ્રાવતને ગાડી ભાડા બાબતે ૭૩૭૭૫૩૯૧૦૮ નંબર ઉપરથી જોરસિંઘ નામના વ્યકિતનો ફોન કે તમારે ભાવનગર એરપોર્ટ પરથી સુરત એરપોર્ટનું ભાડુ કરવુ છે. તો હીતેશભાઇએ હા પાડી ભાડુ રૂ. ૧૪૦૦૦ નકકી કર્યુ હતુ. અને તેમણે ગાડી ભાવનગર એરપોર્ટના ગેટે ઉભી રાખવાનુ કહેલ. થોડીવાર પછી હીતેશભાઇએ ફોન કરી જણાવેલ કે ગાડી એરપોર્ટના ગેટ પર ઉભી છે તમે ભાડુ આપી ગાડી લોડ કરાવજો એટલે તેમણે હીતેશભાઇ પાસે ખાતા નંબર માગ્યો. અને કહેલ કે હુ ફોન પે મા અથવા ગુગલ પે દ્વારા ભાડું જમા કરાવુ છુ. હીતેશભાઇએ રાહુલભાઇને ફોન કરી આ નંબર પર ફોન કરી કહેલ કે જોરસીંઘ સાથે ઉપરોકત નંબર પર વાત કરી લ્યો. અને ૧૪૦૦૦ ભાડુ લેવાનુ છે જેથી રાહુલભાઇએ જોરસીંઘને ફોન કરી ભાડા બાબતે વાત કરતા તેએ થોડીવારમા ફોન કરૂ છુ તેમ જણાવેલ. બાદમા તેને યોગેન્દ્રસીંહ નામના વ્યકિતનો ફોન આવેલ અને જણાવેલ કે તમે ગુગલ પે યુઝ કરો છો કે ફોન પે એટલે રાહુલભાઇએ ગમે તેમાં પેમેન્ટ કરવા કહેતા તેમણે જોઇન્ટ એકાઉન્ટ નંબર પુછતા તેએ પોતાનો મોબાઇલ નંબર આપેલ. અને ૧૦ મીનીટમા પેમેન્ટ કરૂ છુ તેમ કહેલ અને પછી થોડા પૈસા ટ્રાન્સફર કરી ચેક કરૂ છુ તેમ જણાવેલ. એ પછી કુપન મોકલી સ્ક્રેચ કરાવી કટકે કટકે રૂપીયા ૧૨૨૦૦૦ ઉપાડી લઈ કોલ બેક કરવાનુ કહી બાદમા ફોન બંધ થઇ ગયેલ અને પોતે છેતરાયાનુ માલુમ પડતા આ મામલે પોલીસમા ફરીયાદ નોંધાવાઇ છે.