૬૦થી વધુની ઉમરના શહેરનાં ૫૫ જાણીતા આગેવાનોએ રસી લીધી

355

કોરોના મહામારીને ભારતમાં આવ્યાના એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે. ભારતે કોરોનાની વેકસીન બનાવી અને તેનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે. અગાઉ બે તબક્કામાં દેશના લાખો લોકોને વેકશીન આપી દેવામાં આવી છે. આજથી વેકસીનનો ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે ૬૦ વર્ષથી વધુની ઉમરના લોકોને સરકાર દ્વારા વેકસીન આપવામાં આવશે આજે દેશના વડાપ્રદાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક મંત્રીઓએ પણ વેકસીન લીધી છે જ્યારે ભાવનગરમાં પણ વેકસીનના ત્રીજા તબક્કામાં ૬૦ વર્ષથી વધુની ઉમરના વ્યક્તિઓને રસી આપવાનો પ્રારંભ કરાયો છે. જેમાં શહેરના સીનીયર સીટીઝન આગેવાનો એવા દિલીપભાઈ મહેતા, દિલીપભાઈ શુક્લ, ચીમનભાઈ યાદવ, મહેન્દ્રભાઈ પંડ્યા, સ્મીતા એમ. પંડ્યા, દીનેશભાઈ ખાટસુરીયા, ગીરીશભાઈ શાહ, ભારતેન્દુભાઈ દવે, હર્ષદભાઈ પટેલ, હરૂભાઈ ગોંડલીયા, જીવણભાઈ પટેલ, લક્ષ્મણ રાધેશ્વર, જીતુભાઈ ગોરડીયા, ચંદ્રકાંત દવે, રમણીકભાઈ પંડ્યા, જીતુભાઈ ઉપાધ્યાય, મોહનભાઈ બોરીચા, વેપારીમલ કટારીયા, મહેશભાઈ વ્યાસ, બાબાભાઈ પંડ્યા, કાંતીભાઈ ચૌહાણ, મનુભાઈ ગુજરાતી, વિણાબેન ગુજરાતી, પ્રવિણભાઈ ગુજરાતી, હેમાબેન ગુજરાતી, અનિલભાઈ ગુજરાતી, મૃદૃલાબેન ગુજરાતી, લીલાવતીબેન ધોળકીયા, કે.કે. મહેતા, ઉન્મેશ મહેતા, પ્રેરણા મહેતા, ફૈયાઝ હુસૈન વકીલ, કનીઝ ખાતુન વકીલ, નિશાર હુસૈન વકીલ, જૈનાબબાનુ વકીલ, હર્ષદભાઈ પટેલ, મિનાબેન પટેલ, સુશીલ જૈન, પ્રવિણ જૈન, ચેતન શાહ, રાજેશ પટેલ, ભાવના પટેલ, રત્નાદેવી થાપા, ભૂપતભાઈ વ્યાસ, અરવિંદભાઈ જાસોલીયા, ભાનુબેન શેઠ, મનસુખભાઈ સોની, રેણુકાબેન સોની, પંકજભાઈ પંડ્યા, કિરીટભાઈ મહેતા, સંતોષભાઈ કામદાર, યોગેશભાઈ કાકીયા, મુકેશભાઈ મકાતી તેમજ અમિતાબેન મકાતી સહિતે આજે જે તે કેન્દ્રો પર જઈ કોરોના વેકસીન લઈને તંત્રને સહયોગ આપ્યો હતો.

Previous articleસ્ટ્રોગરૂમ બહાર ચુસ્ત બંદોબસ્ત
Next articleનેસવડ રોડ પર આવેલા ભંગારના બે ગોડાઉનમાં આગ ભભુકી