જમીન સંપાદન વિવાદ મામલો દિવસ-૨, ખેડુતોની લડાઈમાં ગુજરાત કોંગ્રેસે પણ સુર પુરાવ્યો

891
bvn432018-8.jpg

ઘોઘા તાલુકા બાડી પડવા, સુરકા ગામે આવેલ સરકારી જમીન મામલે ખેડુતો તથા પ્રશાસન તંત્ર વચ્ચે ચાલી રહેલ ગજગ્રહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસએ પણ જંપલાવ્યુ છે. આજે પ્રદેશ કક્ષાના કોંગી અગ્રણીઓએ પિડીતા ખેડુતોની મુલાકાત લઈ સમગ્ર લડતમાં કોંગ્રેસનો પૂર્ણ સહયોગ હોવાનું જણાવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા ૨૦ વર્ષ પૂર્વે સ્થાનિક ખેડુતો ઉપરાંત ઘોઘા તાલુકાના ૧૨ ગામડાના ખેડુતો પાસેથી લીગ્નાઈટ કોલસો મેળવવા માટે જમીનની ખરીદી કરી હતી ત્યારબાદ આ મુદ્દો વિસરાઈ જવા પામ્યો હતો ત્યારબાદ છેલ્લા પાંચેક વર્ષથી સરકારે ખરીદેલી જમીન સંપાદન કરવા માટે તજવીજ હાથ ધરી હતી જે મુદ્દે ખેડતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો  હતો કારણ કે સુપ્રિમકોર્ટ દ્વારા એવો ચુકાદો આપાવમાં આવ્યો છે કે સરકારે ખરીદેલી જમીન ૫ વર્ષ સુધી જમીનનો કબ્જા ન વાળે તો સમગ્ર જમીન ખેડુતો પાસે રહે અને સરકાર પુનઃ મેળવવા ઈચ્છે તો પુનઃ સંપાદન કરી ફરી આકરણી કરી વર્તમાન માર્કેટ વેલ્યુ મુજબ વળતર ચુકવવુ આવો સ્પષ્ટ નિર્દેષ હોવા છતાં સરકાર પોતાની વાત પર મક્કમ છે અને જમીન સંપાદન કરવા ઈચ્છે છે.
આથી તા.૧ એપ્રિલથી ૮ એપ્રિલ સુધીમાં ૧૨ ગામની જમીન સંપાદન કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવતા પ્રથમ દિને ખેડુતો તથા પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે  લાઠી ચાર્જ સાથે ટીયર ગેસના સેલ છોડતા ૪ થી વધુ વ્યÂક્તઓ ઈજાગ્રસ્ત થયા હતા ઘેરાવ્યાની રહેલ વિવાદ મુદ્દે સમાધાન કારી વલણની હિમાત પણ કરી છે પરંતુ ‘ખેડુત સંઘર્ષ સમિતી’એ આ અંગે કોઈપણ પ્રકારનો પ્રતિભાવ આપ્યો નથી.
આ લડતના બીજા દિને સુરકા ગામની સિમમાં ઉભી કરવામાં આવેલ આંદોલન કારીઓની છાવણી પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા નવનિયુÂક્ત પ્રમુખ રાજ્ય વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, રાષ્ટ્રીય કોંગ્રેસના, પ્રવકતા શÂક્તસિંહ ગોહિલ ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા ભાવ.મહા.પા.વિરોધ પક્ષના નેતા જયદિપસિંહ ગોહિલ નિતાબેન રાઠોડ, કે.કે.ગોહિલ, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જાષી, ભરતભાઈ બુધેલીયા, ધારાસભ્ય કનુભાઈ બારૈયા, પ્રવિણ મારૂ સહિતના કોંગી અગ્રણીઓ ઉપÂસ્થત રહ્યા હતા અને આંદોલનને સમર્થન જાહેર કર્યુ હતું તથા જણાવ્યું હતું કે કોઈપણ ભોગે ન્યાય અને હક્ક માટેની લડત અટકાવશો નહી.

સગીરાની હાલત કથળતા સારવાર અર્થે ખસેડાઈ
સુરકા ગામની વેરા અને ઉઝડ સીમમાં ખેડૂત સંઘર્ષ સમિતિએ મંડપ ઉભા કરી મોર્ચો ખોલ્યો છે. આજે સવારથી સાંજ સુધી ખાસ કરીને બપોરના સમયે ધોમધખતા તાપમાં મહિલાઓ, બાળકો, વૃધ્ધો, યુવાનો સહિત અંદાજે ૧પ૦૦ થી ર૦૦૦ વ્યÂક્તઓ આકરા તાપ અને લૂ ના મોઝા વચ્ચે શેકાઈ રહ્યાં હતા. આવી Âસ્થતિ વચ્ચે ગઈકાલે પોલીસની લાઠીના મારથી ઘવાયેલ ઈજાગ્રસ્તો પણ બેઠા હોય એવા સમયે ગઈકાલે પોલીસની લાઠીથી ઘવાયેલ સગીરા કૃપાલીબા જયવંતસિંહ સરવૈયા રે.મલેકવદરવાળાની એકાએક તબિયત લથડતા યુવાનોએ વાહન મારફતે તત્કાલ સારવાર અર્થે હોÂસ્પટલમાં ખસેડી હતી.

હું પણ ધરતીપુત્ર છું, દુઃખમાં સહભાગી થવા આવ્યો છું
મુળ અમરેલીના વતની અને વર્તમાન રાજ્યસભામાં વિપક્ષી નેતા તરીકે સેવારત પરેશ ધાનાણીએ પોતાના અસલ કાઠીયાવાડી અંદાજમાં સભાજનોને સંબોધ્યા હતા અને જણાવ્યું હતું કે, હું પણ ખેડૂતનો દિકરો છું, અહીંયા હું રાજકારણ કરવા નહીં પરંતુ મારા ખેડૂત પરિવારના દુઃખમાં સહભાગી થવા માટે આવ્યો છું. રાજ્ય તથા કેન્દ્રમાં રહેલી ભાજપની સરકાર હાથી દાંત જેવી છે. ચાવવા અને બતાવવા માટેના દાંત અલગ-અલગ છે. પ્રજાને અનેક પ્રકારના પ્રલોભનો આપી ભ્રમિત કરી સત્તા પ્રાપ્ત કરી છે અને સત્તાના સર્વોચ્ચ સ્થાને બેસી પ્રજાની વેદનાઓ તકલીફો દુર કરવાના બદલે તમામ પ્રકારે પ્રજા હેરાન પરેશાન થાય તે માટેની કોઈ અસર બાકી રાખી નથી. સભામાં ઉપÂસ્થત લોકોને પુછ્યું કે, તમારા ખેતરોમાંથી રોઝડા, ભુંડનો ત્રાસ દુર થયો ? સસ્તા ભાવે, ખાતર, બિયારણ, વિજળી પ્રાપ્ત થઈ ? નર્મદાના નીર થકી તમારા ધોરીયા, કુવાઓ છલકાઈ ગયા હશે ? તેમ કહી રાજ્ય સરકાર જારદાર કટાક્ષ કર્યો હતો. વધુમાં ઉમેર્યુ કે લોકોએ માણસ ધારી રાજ્યસભામાં ચૂંટી મોકલ્યા તે રોઝડા થઈ રખડે છે !
– પરેશ ધાનાણી, 
રાજ્યસભા વિપક્ષી નેતા

અત્યાચાર કંસ કે રાવણનો પણ નથી ટક્યો…! 
ખેડુત સંઘર્ષ સમિતિ દ્વારા જમીન સંપાદન મામલે ચાલી રહેલ લડત
આભાર – નિહારીકા રવિયા  મામલે આંદોલનકારીઓને મળવા આવેલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શÂક્તસિંહ ગોહિલએ સભામાં પોતાના આકરા અને અનોખા મિજાજનો પરિચય ભાષણ દ્વારા આપ્યો હતો કેન્દારની યુપીએ સરકાર પર આકરા ચાબકા વિંઝતા જણાવ્યું હતું કે ઈતિહાસ સાક્ષી છે.  ભારત વર્ષમાં કંસનો અત્યાચાર અને લંકાના રાજા રાવણનો અંહકાર પણ ટકી નથી શક્યો તો ભાજપ અને નરેન્દ્ર મોદીનો ક્યાથી ટકશે ?! સરહદ પર જવાનો શહિદ થાય છે અને દેશમાં દેવાના ડુંગર તળે દબાયેલા ખેડુતો આપઘાત કરી રહ્યા છે મોદીના રાજમાં ઉદ્યોગપતિઓને લીલાલ્હેર છે જ્યારે આમ આદમી ભયના ઓથારા હેઠળ જીવે છે. ધરતીપુત્ર મોલાતને  પોતાનો પરસેવો લોહીનું  સિંચન કરી જગતનું પેટ ભરે છે એ ખેડુતની દશા અકલ્પનિય છે આ ખુબ દુઃખદ બાબત છે આ સાથે સરકાર, ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્રમોદીને આડે હાથ લીધા હતા.
– શÂક્તસિંહ ગોહિલ 
રાષ્ટ્રીય પ્રવકતા કોંગ્રેસ

Previous article રેગિંગની ઓનલાઈન ફરિયાદ હવે ગુજરાતીમાં પણ કરી શકાશે
Next articleસુરકા ગામે પડતર જમીન પર GPCL દ્વારા માઈનીંગના શ્રીગણેશ