જૂની અદાવતે ૧૦ શખ્સોએ તલવાર સહિતના હથિયારો વડે પ્રૌઢની કરી હત્યા

469

ભાવનગર જિલ્લાના સાણોદર ગામે ચૂંટણી જીતેલા ઉમેદવારના વિજયી સરઘસ દરમ્યાન થયેલી બોલાચાલી બાદ જૂની અદાવતે ૧૦ શખ્સોએ તલવાર, ધારિયા, કુહાડી અને પાઈપ તેમજ લાકડીઓ વડે પ્રૌઢ પર હુમલો કરી તેની હત્યા નિપજાવ્યાની અને પ્રૌઢની પુત્રી પર જીવલેણ હુમલો કયર્નિી ઘટનાથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી. ઘટનાના પગલે ઘોઘા પોલીસે સાણોદર ગામે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ એક્ઠા થતા પોલીસે હોસ્પિટલમાં પણ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાં બપોર બાદ જિલ્લામાં ઠેર ઠેર જીતેલા ઉમેદવારોના વિજયી સરઘસ નીકળ્યા હતા. જેમાં ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સાણોદર ગામે પણ ચૂંટણી જીતેલા ઉમેદવારનું ચારે’ક વાગ્યાના અરસામાં વિજયી સરઘસ નીકળ્યું હતું.
ડી જે સાથે ગામમાં નીકળેલા વિજયી સરઘસ દરમ્યાન સાણોદસ ગામે રહેતા અમરાભાઈ મેઘાભાઈ બોરીચા (ઉં.વ.૬૦) સાથે સરઘસમાં સામેલ કેટલાંક લોકો સાથે બોલાચાલી થતાં બોલાચાલીએ ઉગ્ર સ્વપ ધારણ કરતાં ટોળા પે આવેલા શખ્સોએ ઘાતક હથિયારો વડે અમરાભાઈ પર હુમલો કરી તેની હત્યા નિપજાવી અમરાભાઈની પુત્રી પર પણ જીવલેણ ઈજાઓ કરતા સાણોદર સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી. ઘટનાના પગલે ઘોઘા પોલીસનો કાફલો દોડી ગયો હતો અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તો બીજી બાજુ મૃતકના પરિવારજનો દ્વારા ઘોઘા પોલીસ અને ઘોઘા પોસઈ સામે આક્ષેપો કરી પોસઈ સામે પગલા ભરવામાં આવે અને ત્યારબાદજ ઘટનાની ફરિયાદ દાખલ કરાવવા તેમજ મૃતદેહનો સ્વીકાર કરાશે તેમ જણાવતા ડીવાય એસપી સહિતનાઓ દોડી ગયા હતા અને રાતભરની સમજાવટ બાદ આખરે હત્યાની ઘટના અંગે ઘોઘા પોલીસ મથકમાં મૃતક અમરાભાઈની પુત્રી નિર્મળાબેન (ઉં.વ.૨૫, રે.સાણોદર) એ ભયલુભા નીભા ગોહિલ, શક્તિસિંહ નીભા ગોહિલ, કનક જયરાજસિંહ રાજુભા ગોહિલ, કનકસિંહ હારિતસિંહ ગોહિલ, પદુભા હારિતસિંહ ગોહિલ, મુન્નાભા પબભા ગોહિલ, મનહરસિંહ જગદિશસિંહ ગોહિલ, હરપાલસિંહ ગીરીરાજસિંહ ગોહિલ, વીરમદેવસિંહ હરદેવસિંહ જાડેજા અને મનહરસિંહ છોટુભા ગોહિલ વિદ્ધ ૨૦૧૩માં મૃતક અમરાભાઈને ભયલુભા, શક્તિસિંહ સહિતનાઓ સાથે થયેલી માથાકુટ અંગેના કોર્ટ કેસમાં આગામી તા. ૮-૩ના રોજ ઉપરોક્ત શખ્સોને સજા પડે તેમ હોય તમામે એકસંપ કરી ગે.કા. મંડળી રચી તલવાર, ધારિયા, કુહાડી, પાઈપ તેમજ લાકડી જેવા હથિયારો ધારણ કરી અમરાભાઈ પર હુમલો કરી તેની હત્યા નિપજાવી તેણી પર જીવલેણ હુમલો કરી જ્ઞાતિ વિષે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા ઘોઘા પોલીસે તમામ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Previous articleરોહિત, પંત અને બુમરાહ વનડે સિરીઝમાં નહીં રમે
Next articleશ્રદ્ધા કપૂરે ૩૪મો બર્થ ડે ઉજવ્યો