(જી.એન.એસ.)વડોદરા,તા.૩
વડોદરાથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વડોદરાના સમા વિસ્તારમાં એક પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારના ૬ સભ્યોએ એક સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરાયો હતો. જેમાં સદનસીબે ૩ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ૩ વ્યક્તિઓ સારવાર હેઠળ છે.
વડોદરાના સમા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસના કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને ઝેરી દવા પીને ૬ લોકોએ આપઘાત કરવાનો પ્રયાસ કરાયો હોવાનું જાણવા મળી રહી છે. બીજી બાજુ પોલીસ આ કેસમાં ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે અને કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં આજે એક જ પરિવારના ૬ લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જાણવા મળી રહ્યું છે કે પરિવારમાં ૬ સભ્યો હતો અને કોઈ અગમ્ય કારણોસર તેમને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં ૩ વ્યક્તિઓના કરૂણ મોત થયા છે, જ્યારે ૩ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે.વડોદરામાં બનેલી આ ઘટનામાં ૧ વૃદ્ધ, ૧ બાળક અને ૧ મહિલાનું મોત થઈ ચૂક્યું છે. જ્યારે ૩ લોકોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની માહિતી પોલીસને મળતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસને હજુ સુધી આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે પરિવારના ૬ સભ્યોએ દવા પીધા બાદ જાતે જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.