આરોગ્ય, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકતું ૨.૨૭ કરોડનું બજેટ

280

નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે રાજ્યનું ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટનું કદ ૨,૨૭,૦૨૯ કરોડ રુપિયાનું છે. ગુજરાતના અત્યારસુધીના સૌથી મોટા બજેટમાં આરોગ્ય, શિક્ષણ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પોતાની બજેટ સ્પીચમાં નીતિન પટેલે આગામી પાંચ વર્ષમાં બે લાખ લોકોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, અમદાવાદ-મહેસાણા હાઈવેને સિક્સ લેન બનાવવાની તેમજ અમદાવાદ-ગાંધીનગર અને સુરત સિવાય વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો દોડાવવા માટે આયોજન કરાયું છે.
૫૮૭.૮૮ કરોડ રુપિયાન પુરાંત દર્શાવતા આ બજેટમામં મહેસૂલી આવક ૧,૬૭,૯૬૯.૪૦ કરોડ, મહેસૂલી ખર્ચ ૧,૬૬,૭૬૦.૮૦ કરોડ અંદાજવામાં આવ્યા છે. જ્યારે મહેસૂલી હિસાબ પર પુરાંત ૧૨૦૮.૬૦ કરોડ, મૂડીની આવક ૫૦૭૫૧ કરોડ, લોન અને પેશગીઓ વગેરે સહિત મૂડી ખર્ચ ૫૬,૫૭૧.૭૨ કરોડ, મૂડી હિસાબ પર ખાધ (માઈનસ) ૫૮૨૦.૭૨ કરોડ અંદાજવામાં આવ્યા છે. કોરોનાને કારણે સરકારે આ બજેટમાં કોઈ નવા કરવેરા નથી નાખ્યા અને પ્રવર્તમાન વેરામાં કોઈ પ્રકારનો વધારો પણ નથી કર્યો.
ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની ૩૦૨૦ નવી જગ્યા ઉભી કરાશે. ૪૧ શહેરોમાં ૬૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાડાશે. પોલીસ તંત્ર માટે ૮૭૬ વાહનો ખરીદવામાં આવશે. પોલીસ આધુનિકીકરણ માટે ૨૬ કરોડની જોગવાઈ. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે ૧૪૭૮ કરોડની જોગવાઈ સરકાર દ્વારા બજેટમાં કરવામાં આવી છે. ૮૦૦ ડિલક્ષ અને ૨૦૦ સ્લીપર કોચ મળીને ૧૦૦૦ નવી એસટી બસો કાર્યરત કરાશે. લાંબા અંતરની મુસાફરી માટે ૫૦૦ વોલ્વો બસ પીપીપી ધોરણે શરુ કરાશે. એસટી દ્વારા ૫૦ ઈલેક્ટ્રીક બસો સંચાલનમાં મુકવામાં આવશે. ૫૦ સીએનજી વાહનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ, માધાપર ચોકડી ખાતે પીપીપી ધોરણે નવું બસ સ્ટેશન નિર્માણ પામશે. ૪૮૦૦ કરોડના રોકાણ સાથે નારગોલ અને ભાવનગર બંદરનો પીપીપી ધોરણે વિકાસ કરાશે.
દહેજ ખાતે કેમિકલ પોર્ટ ટર્મિનલના વિસ્તૃતિકરણ માટે ૧૨૦૦ કરોડના ખર્ચે બીજી જેટ્ટી વિકસાવાશે. નવલખી બંદર ખાતે ૧૯૨ કરોડના ખર્ચે નવી જેટી બનાવાશે.
સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે ૨૫ કરોડના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે. માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ૧૧,૧૮૫ કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી રિકારપેટ ના થયા હોય તેવા ૪૯૪૯ કામોના ૧૬,૮૫૭ કિમી લંબાઈના રસ્તાના રિસરફેસિંગ માટેના કામો ૪૫૦૬ કરોડના ખર્ચે હાથ ધરાશે. ૩૪૦૦ કરોડના ખર્ચે ૬૮ નવા રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે.
૨૮૯૩ કરોડના ખર્ચે અમદાવાદ-બગોદરા-રાજકોટના ૨૦૧ કિમીના રસ્તાને સિક્સ લેન બનાવવાનું કામ પ્રગતિમાં છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને અમદાવાદ અને ગાંધીનગર સાથે

Previous articleઆજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનો ૭મો દીક્ષાંત સમારોહ યોજાશે
Next articleઆજે સમગ્ર દુનિયામાં ભારતીય ટેલેન્ટની માંગ છેઃ મોદી