આજે સમગ્ર દુનિયામાં ભારતીય ટેલેન્ટની માંગ છેઃ મોદી

248

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એજ્યુકેશન મંત્રાલય તરફથી આયોજિત બજેટ વેબિનારમાં યુવાઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ’ભારતીય ટેલન્ટની માગ આજે સમગ્ર દુનિયામાં છે. ભારતના યુવા દરેક ક્ષેત્રમાં શાનદાર કામ કરી રહ્યા છે.’વડાપ્રધાને દેશને આત્મનિર્ભર બનાવવા પર પણ ભાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આત્મનિર્ભર ભારત માટે યુવાઓને આત્મવિશ્વાસની જરૂર હોય છે. તેો સીધી રીતે એજ્યુકેશન, સ્કિલ ડેવલપમેન્ટ અને રિસર્ચ સાથે જોડાયેલા છે. નવી શિક્ષણનીતિમાં આ તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નીતિ દ્વારા દેશના તમામ યુવા મજબૂત થશે. વડાપ્રધાને કહ્યું હતું કે ’આજનું આ મંથન એવા સમયમાં થઈ રહ્યું છે, જ્યારે દેશ પોતાના વ્યક્તિગત, બૌદ્ધિક, ઔધોગિક સ્વભાવ અને ટેલન્ટને દિશા આપનાર સમગ્ર ઇકોસિસ્ટમમાં પરિવર્તન કરવા તરફ આગળ વધી રહ્યો છે.’ગયાં વર્ષોમાં શિક્ષણને રોજગાર અને ઉદ્યમશીલતાની ક્ષમતા સાથે જોડાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, આ બજેટ એને વધુ વિસ્તાર આપી રહ્યું છે. આ જ પ્રયાસોનું પરિણામ છે કે આજે વૈજ્ઞાનિક પ્રકાશનના મામલામાં ભારત ટોપ-૩ દેશોમાં આવી ચૂક્યું છે.
પ્રથમ વખત દેશમાં સ્કૂલોમાં અટલ ટિંકરિંગ લેબથી લઈને ઉચ્ચ સંસ્થાઓમાં અટલ ઇન્ક્‌્યુબેશન સેન્ટર્સ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દેશમાં સ્ટાર્ટઅપ્સ માટે હેકથોનની નવી પરંપરા શરૂ થઈ છે, જે દેશના યુવાઓ અને ઈન્ડસ્ટ્રી બંને માટે મોટી તાકાત બની રહ્યું છે.
નેશનલ ઇનિશિયેટિવ ફોર ડેવલપિંગ એન્ડ હાર્નેસિંગ ઇનોવેશન્સ હેઠળ ૩૫૦૦થી વધુ સ્ટાર્ટઅપનો વિકાસ કરવામાં આવ્યો છે.
જ્ઞાન અને સંશોધનને મર્યાદામાં રાખવાં એ રાષ્ટ્ર સાથે અન્યાય છે. આ માનસિકતા સાથે અમે આપણા યુવાનો માટે કૃષિ, અવકાશ, પરમાણુ ઊર્જા અને ડ્ઢઇર્ડ્ઢં જેવાં ઘણાં ક્ષેત્રો ખોલી રહ્યાં છીએ.

Previous articleઆરોગ્ય, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકતું ૨.૨૭ કરોડનું બજેટ
Next articleજમ્મુ-કાશ્મીરમાં ૧૦,૦૦૦ રોહિંગ્યાઓને મ્યાનમાર મોકલવાની તૈયારીમાં સરકાર