ભાવનગર શહેરના તીલકનગર વિસ્તારમાં રહેતા અને વાઘાવાડી રોડ પર આવેલ કોમ્પ્લેક્ષમાં ઓફીસ ધરાવતા નામાંકીત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પી.જી.હેમાણીનું ઓફીસની અગાસી પરથી નીચે પડી જતાં મોત નીપજવા પામ્યુ છે બનાવની જાણ થતા શહેરનાં અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા બનાવમાં અનેક તર્ક વિતર્ક અને પ્રશ્નો ઉઠવા પામ્યા છે. સમગ્ર ઘનટા સી.સી.ટીવી કેમેરામાં કેદ થઈ છે.
બનાવની મળતી વિગત મુજબ શહેરનાં વાઘાવાડી રોડ પર આવેલ ટર્નીંગ પોઈન્ટ કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે ઓફીસ ધરાવતાં નામાકીંત ચાર્ટડ એકાઉન્ટન્ટ પ્રમોદભાઈ ઘેલાભાઈ હેમાણી (પી.જી.હેમાણી), ઉ.૭૮ આજે સવારે રાબેતા મુજબ પોતાના નિવાસસ્થાન તિલકનગર પ્લોટ નં.૭૬૩-બી ખાતેથી પોતાની ઓફીસે આવ્યા હતા બાદ ૧૧ વાગે ઓફિસની અગાસી પર ગયા હતાં જ્યાંથી અકસ્માતે નીચે પડી જતાં લોકોના ટોળા એકઠા થયા હતા અને પ્રમોદભાઈને સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરનાં ડોકટરે તપાસ મૃત જાહેર કર્યા હતા બનાવની જાણ થતા શહેરનાં અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા બનાવમાં અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે કે પ્રમોદભાઈ અગાસી પર શા માટે ગયા હતા ? કઈ રીતે નીચે પટકાયા પટકાયુ હોય તેવુ નજરે પડે છે બનાવ અંગે નીલમબાગ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.