કુ.સાક્ષી જોશીને ૨૦૨૦-૨૧ ગુજરાત એરવિંગ માટે એસ.એ.તિવારીએ રોકડ પુરસ્કાર એનાયત કર્યો

286

ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ભાવનગરમાં ઈ.સી. એન્જીનીયરીંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી કુ.સાક્ષી જોશીને ૨૦૨૦-૨૧ના વર્ષ માટે ૦૩ ગુજરાત એરવિંગ એન.સી.સી. ભાવનગર ખાતે બ્રિગેડીયર એસ.એન. તિવારી રાજકોટ ડાયરેકટરના વરદ હસ્તે રોકડ પુરસ્કાર આપવામાં આવેલ ભણવામાં ખુબજ જ તેજસ્વી એવી સાક્ષી નેશનલ લેવલે બાસ્કેટબોલની પ્લેયર છે. હાલ એરફોર્સ એન.સી.સી. તે (સીયુઓ)કેડેટ્‌સ અંડર ઓફિસર તરીકે ફરજ બજાવી રહી છે. તેને એક ભારત શ્રેષ્ઠ ભારત કેન્દ્રમાં પણ ખુબજ સફળતા પૂર્વક ભાગ લીધેલ છે. આ તબક્કે એરવિંગ વિંગ કમાન્ડર કે.બી. શ્રીનિવાસ તેમજ કેડેટસ કેર ટેકર ઓફિસર ડો.વી.બી. ગોહિલે અભિનંદન અને શુભેચ્છાો પાઠવી હતી.

Previous articleજોગર્સ પાર્ક ખાતે સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થતા રાજ્યપાલ
Next articleડ્રીમ ગર્લ હેમા માલિની ઈન્ડિયન આઈડલના મહેમાન બનશે