સિહોર મા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સતુભા ગોહિલ ઉર્ફે એમ.એસ પર ગત ૩૧ તારીખે આરોપી જુનેદ વિરુદ્ધ કોઈ અરજી હોય તે અનુસંધાને લીલાપીર વિસ્તારમાં ગયા હતા ત્યારે જુનેદ સહિત કુલ ૬ શખ્સો દ્વારા જીવલેણ કર્યો હતો મહેન્દ્રસિંહ ને પ્રાથમિક સિહોર સીએચસી મા સારવાર આપ્યા બાદ ગંભીર ઈજા હોય ભાવનગર રીફર કરવામાં આવેલ ત્યારે હોસ્પિટલ ચોકી મા ૬ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપીઓ હુમલો કરી ફરાર હતા જેમાં મહેન્દ્રસિંહ દ્વારા હુમલાખોરો ના વર્ણન તથા નામો જુનેદ આરીફ કાજી,અલતાફ ઉસ્માન ડોડીયા,અશરફ ઉસ્માન ડોડીયા,ઇમરાન (જુનેદ નો ભાઈ),તથા એક અજાણ્યો દાઢી વાળો શખ્સ લાકડી,પથ્થર ના છુટા ધા તથા બેઝબોલ ની સ્ટિક લઈ ગેરકાયદે મંડળી રચી જીવલેણ હુમલો કર્યા નું જણાવતા જિલ્લા પોલીસ વડા માલ ની સૂચના થી જિલ્લા ની પોલીસ ટિમ તથા સિહોર પોલીસ ઈન્ચાર્જ પીઆઇ સોલંકી ની ટીમ દ્વારા આરોપી ની શોધખોળ આદરી હતી જેમાં ગત મોડી રાત્રે તમામ આરોપીઓ મુંબઈ ભાગી જવાની ફિરાક મા હોય જે બાતમીના આધારે સોનગઢ બસસ્ટેન્ડ પાસે થી ઝડપી લીધા હતા તમામ આરોપીઓ નું સિહોર પોલિસ દ્વારા ખુલ્લી જીપ માં લાવી જાહેરમાં સરભરા કરી હતી ત્યારે આરોપીઓ ને જોવા લોકો ના ટોળા જામ્યા હતા અને પોલીસ ની કામગીરી બિરદાવી હતી.