ભાવનગર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તથા તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા શહેર-જિલ્લામાં લીગલ લીટ્રસી ક્લબનું આયોજન કરવામાં આવેલ છે. ભાવનગર શહેર ઉપરાંત પાલીતાણા, તળાજા, સિહોર તથા ઉમરાળામાં પણ એક એક શાળામાં આવી ક્લબ શરૂ કરવામાં આવનાર છે.
જેના ભાગરૂપે આજરોજ શહેરની શેઠ ટી.બી. જૈન ગર્લ્સ હાઈસ્કુલ ખાતે લીગલ લીટ્રસી ક્લબનું ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે.જે. પંડયાના વરદ હસ્તે ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે એડી. ડિસ્ટ્રીક્ટ જજ આર.આઈ. ગનેરીવાલ, એમ.જે. પરાશર, વી.એ. રાણા તથા ટી.બી. જૈન ગર્લ્સ સ્કુલના ટ્રસ્ટી રેણુકાબેન કાપડીયા તથા આસી. એજ્યુકેશન ઈન્સ્પેક્ટર પાંડે વિગેરે ઉપસ્થિત હતા.
ભાવનગર જિલ્લામાં કુલ-પ શાળાઓમાં આવી લીગલ લીટ્રસી ક્લબ શરૂ થવા જઈ રહી છે, તે પૈકી ભાવનગર શહેરમાં એક માત્ર શાળા ટી.બી. જૈન શાળામાં લીગલી લીટ્રસી ક્લબ આ ક્લબ આજથી શરૂ થઈ છે. આ પ્રસંગે પંડયા ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને કાયદાકિય સમજણ આપતા જણાવેલ હતું કે, દરેક વ્યક્તિએ કાયદો જાણવો જરૂરી છે, પોતાના હક્કોની સાથે ફરજ પણ બજાવવી અનિવાર્ય છે. વાસ્તવિક ઉદાહરણો આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધેલ હતા.
આ સ્કુલમાં ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી, અમદાવાદ દ્વારા પાંચેય શાળાને એક કોમ્પ્યુટર, ફર્નિચર તથા કાયદાના વિવિધ પુસ્તકો ફાળવવામાં આવેલ છે. આ ક્લબમાં વિદ્યાર્થીઓ કાયદાનું શિક્ષણ મેળવી શકે તથા કાયદાની જાણકારીનું આદાન-પ્રદાન કરી શકે તે માટે આ ક્લબ કાર્યો કરશે. આ ક્લબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનુની સેવા સમિતિના સીધા માર્ગદર્શમ મુજબ કામગીરી કરશે.