ગામ પંચાયત ના સરપંચ મંગાભાઈ બાલધીયા ગામના અગ્રણી રાણા ભાઈ માલધારી સહીત આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાપોલીસ ને જાણ કરતા બગદાણા પીએસઆઇ સહિત કાફલો લોંયગા ગામે દોડી ગયો પોલીસ સુત્રો અને લોંયગા ગામના સરપંચ મંગાભાઈ બાલધીયા પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ધનજીભાઈ મેરાભાઈ ના મકાનમાં જીવરાજ ભાઈ ઘુઘાભાઈ વરીયા રહે છે તેઓ કામ સંદર્ભે બહાર ગયા હતા આવીને જોતા કબાટ નો સામાન વેરવિખેર પડ્યો હતો કબાટ તેમજ અન્ય જગ્યાએ થી ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા નુ જણાતા બગદાણા પોલીસ મથકે જાણ કરી હતી વધુમાં જણાવ્યું હતું કે અંદાજે પંચોતેર હજાર રોકડા અને સોના ચાંદીના દાગીના સહીત કુલ અંદાજે એક લાખ પચ્ચીસ હજાર રૂપિયા ની ચોરી કરી તસ્કરો નાસી છુટયા નાનકડા ગામમાં ધોળે દિવસે ચોરી નો બનાવ બનતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો તાકીદે તસ્કરો ને ઝડપી પાડવા ગામ લોકો એ માંગ કરી હતી
તસવીરો મથુર ચૌહાણ બોરડા