પાલીતાણા-સોનગઢ રોડ પર સરોડ ગામના પાટીયા નજીક ઈંટો ભરેલો ટ્રક અચાનક પલ્ટી ખાઈ જતા ટ્રકમાં સવાર ચાર વ્યક્તિઓને ઈજાઓ થતા જે પૈકી એક મહિલા સહિત બેના કરૂણ મોત નિપજવા પામ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, પાલીતાણા-સોનગઢ રોડ પર કનીવાવ ગામેથી ઈંટો ભરીને ટ્રક નં.જીજેપ યુયુ ૪૮૬૮ના ચાલક ભાવેશ સોલંકી પાલીતાણા તરફ જતો હતો તે વેળાએ સરોડ ગામના પાટીયા નજીક પહોંચતા અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રકની પલ્ટી થઈ ગઈ હતી. જેમાં ટ્રકમાં બેસેલા ભીખીબેન લાભુભાઈ ઉ.વ.૩૦નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યાં ઈજાગ્રસ્ત ભાવેશભાઈ ચંદુભાઈ રાઠોડ ઉ.વ.પ૦નું મોત નિપજવા પામ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.