ભાવનગરમાં ચિત્રા જી.આઇ.ડી.સીમાં આવેલી મધુસિલીકા કંપનીના કર્મચારી દ્વારા ભરતનગર, સેનમહારાજ ચોકની સામે આવેલી આર્યકુળ શૈક્ષણિક સંકુલ ખાતે મહાસુદ-૨ ને મહાનવરાત્રીના પાવન દિવસે દિકરી વંદના કાર્યક્રમ સંતો મહંતો અને રાજકિય આગેવાનોની હાજરીમાં ધામધુમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જેમાં ૧૧૧ દિકરીઓની પોતાના માં બાપ દ્વારા પોતાની જ દીકરીનું પૂજન પોતાના હસ્તે કરાવી બાપા સીતારામ યુવા ગ્રુપનાં ધર્મેન્દ્રભાઇ બુધેલીયા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. ધર્મેન્દ્રભાઇ બુધેલિયા ભાવનગર, ચિત્રા ખાતે આવેલી મધુસિલીકા કંપનીમાં નાઇટ ડ્યુટી કરી સવારે માત્ર ૨ થી ૩ કલાક આરામ કરી આ દિકરી વંદના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
જ્યારે ૧૧૧ દિકરીઓને વિનામુલ્યે સ્ટીલનાં ત્રાંસ અને ૧૧૧ ફુડ પેકેટ અને કંકુ પગલાની છાપ દરેક દિકરીઓને આપવામાં આવી હતી. જ્યારે ધર્મેન્દ્રભાઇ બુધેલિયાએ જણાવ્યું હતું કે ભારતભરમાં મધર ડે, ફાધર ડે, વેલેન્ટાઇન ડે, ફ્રેન્ડશીપ ડે, વુમન ડે જેવા ઘણા બધા ડે ની ઉજવણી થાય છે. ત્યારે દિકરી વંદના ની ઉજવણી તો ક્યાંય થતી નથી તેવા હેતુસર દિકરી વંદનાનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં અને ભાવનગર નામનો કાર્યક્રમ તરીકે ઉજવવામાં આવે તેવી ધર્મેન્દ્રભાઇની ભાવનગરની ગર્લ્સ શાળાઓને અપીલ કરી હતી.