પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારોએ સરકારની સામે ‘ધર્મસંકટની સ્થિતિ’ છેઃ નાણામંત્રી

421

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૫
નાણામંત્રી નિર્મલા સીતારમણએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાના પ્રશ્ન પર કહ્યું કે તેઓ દેશના વપરાશકારોની જરૂરિયાતને સમજે છે પરંતુ આ કેસમાં સરકારની સામે ‘ધર્મસંકટની સ્થિતિ’ છે. તેમણે કહ્યું કે કેટલાંય એવા સંકેત મળી રહ્યા છે જેના પરથી એ સાબિત થાય છે કે અર્થતંત્રમાં સુધારો થઇ રહ્યો છે. નાણાંમંત્રી જે ધર્મસંકટની વાત કરી રહ્યા છે અસલમાં તે એ છે કે પેટ્રોલના ભાવ બજારના હવાલે છે એટલે કે તેની કિંમત હવે ઓઇલ કંપનીઓ નક્કી કરે છે. બીજીબાજુ કોરોના કાળમાં રેવન્યુ કલેકશનમાં ઘટાડો જોતા સરકાર માટે ટેક્સમાં ઘટાડો કરવો પણ ખૂબ જ મુશ્કેલ કામ છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો હિસ્સો કેન્દ્ર અને રાજ્ય સરકારોને ટેક્સમાંથી જ થાય છે. દિલ્હીમાં ૯૧ રૂપિયા પ્રતિ લીટરની આસપાસ જે પેટ્રોલ વેચાઇ રહ્યું છે તેના પર અંદાજે ૫૪ રૂપિયાનો તો ટેક્સ આપવો પડી રહ્યો છે.
આથી કેટલીય બાજુથી માંગ ઉઠી રહી છે કે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સીસમાં ઘટાડો કરવો જોઇએ. શુક્રવારના રોજ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે અમે ભારતીય યુવાનો પર ફોકસ કરવા માંગતા હતા, જે અમે બજેટમાં કર્યું પણ છે. અમારું બજેટ આવતા ૨૦ વર્ષને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. શું પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સામેલ કરાશે? આ પ્રશ્ન પર નિર્મલા સીતારમણે કહ્યું કે આ અંગે જીએસટી કાઉન્સિલ વિચાર કરી શકે છે. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થાની સ્થિતિની વાત કરીએ તો તેના કેટલાંય તબક્કા દેખાઇ રહ્યા છે.
તેમણે કહ્યું કે હું કેટલાંય પક્ષો સાથે વાત કરી રહ્યો છું. મોટાભાગના ઉદ્યોગપતિઓએ કહ્યું કે હવે કારખાનાઓ પૂરી ક્ષમતાથી કામ કરી રહ્યા છે અને હવે તેઓ વિસ્તાર કરવા પર વિચાર કરી રહ્યા છે. નાણાંમંત્રીએ કહ્યું કે હવે ભરતીઓમાં સુધારો થઇ રહ્યો છે. આઇઆઇટી અને આઇઆઇએમનું પણ કહેવું છે કે ભરતીમાં તેજી આવી છે, નોકરીઓના બજારમાં સુધારો થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે પ્રવાસી મજૂર પાછા કામ પર ફરી રહ્યા છે, તેનાથી પણ અર્થતંત્રમાં સુધારાના સંકેત મળી રહ્યા છે.
તેમણે કહ્યું કે બેન્ક હવે હોમ લોન દરોમાં ઘટાડો કરી રહ્યા છે.

Previous articleખેડૂત આંદોલનની મહિલાઓને ટાઈમના કવર પેજ ઉપર સ્થાન
Next articleન્યૂઝીલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા, સુનામીનું જોખમ