સાણોદર હત્યા કેસમાં ભોગ બનનાર પરિવારને રક્ષણ આપવા સહિતની માંગ સાથે વિશાળ રેલી

341

તાજેતરમાં ઘોઘા તાલુકાના સાણોદર ગામે દલિત આધેડની થયેલી હત્યા અગે આજે બોગ બનનારના પરિવારને રક્ષણ આપવા તેમજ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રાષ્ટ્રિય દલિત અધિકાર સંઘ દ્વારા શહેરમાં વિશાળ રેલી કાઢી કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ગત તા.૨ના રોજ ઘોઘા તાલુકાના સાણોદર ગામે વિજય સરઘસ દરમિયાન કેટલાક શખ્સોએ સાણોદર ગામે દલિત અમરાભાઈ બોરીચાના ઘરમાં જઈ તેને મારમારી હત્યા કરેલ આ અંગેની તેની પુત્રીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ૧૦ શખ્સોને ધરપકડ કરી છે દરમિયાન ભોગ બનનાર પરિવારને ધમકી અપાતી હોય આજે રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ દ્વારા આવેદન પત્રમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કરાયેલી માંગણીઓ(૧) પંચનમાં નવા નિયમ મુજબ સરકારી કર્મચારીને પંચમાં લેવા અને ભોગ બનનારના ઘર ફરતે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવે, (૨) સ્વરક્ષણ માટે અમરા બોરીચાના પરિવારને હથિયાર પરવાનો તાત્કાલિક ધોરણે આપવામાં આવે, (૩) આરોપીઓની ઓળખ પરેડ ફરિયાદ સામે કરવામાં આવે, (૪) ચાર્જશીટમાં અગાઉ આરોપીઓ સામે થયેલ તમામ ફરિયાદોનો ઉલ્લેખ કરવામાં આવે (૫) અમરા બોરીચાના પરિવારને હથિયાર ઘારી પોલીસ રક્ષણ કાયમી આપવામાં આવે, (૬) આરોપીઓના સગા સંબંધીઓ કે મળતિયાઓ તેમના પરિવાર ઉપર હુમલો કરે તેવી દહેશત પરિવારને છે તે બાબતે કાર્યવાહી કરવામાં આવે.
(૭) અમારા બોરીચાના પરિવારને કોઈ પણ એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે અને તેના પરિવારને ગુજરાન ચલાવવા માટે તાત્કાલિક સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવે, (૮) આ કેસમાં જવાબદાર પોલીસ અધિકારી ઉપર ગરીબો ઉપર કરેલ અત્યાચારની તમામ ફરિયાદો અને તેની ઉપર બીજા સમાજના લોકોએ કરેલ ફરિયાદો અરજીઓ ધ્યાને લેવામાં આવે, (૯) પી.એસ.આઈ પી.આર.સોલંકી પહેલા ભુજ ખાતે અને સિહોર ખાતે નોકરી કરતા હતા તેમની બેનામી મિલકત છે તેની તપાસ એ.સી.બી. દ્વારા કરાવવામાં આવે, (૧૦) છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં લોકોને આજે ઉશ્કેરણી જનક પોસ્ટ મુકનાર સામે કાર્યવાહી કરવામાં આવે, આવી તમામ માંગણીઓ રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ દ્વારા માંગ કરી છે. જેમાં મોટી સંખ્યામાં દલિત આગેવાનો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleદેશમાં કોરોના અનસ્ટોપેબલઃ ૩૪ જિલ્લામાં ૧૦ દિવસમાં બમણી સ્પીડથી ફેલાયું સંક્રમણ
Next articleઅંધ અભ્યુદય મંડળ દ્વારા જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને ૮૧ મી વાર માસિક અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું