૨૦ થી વધુ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અન્નપૂર્ણા યોજના અંતર્ગત ૮૧મી વાર અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તા.૦૬/૦૩/૨૧ ને શનિવારનાં રોજ શ્રી અંધ અભ્યુદય મંડળ ભાવનગર દ્વારા અંધ શાળા ખાતે સવારે ૧૧ઃ૦૦ કલાકે આર્થિક રીતે પછાત અને જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રમુખશ્રી લાભુભાઈ સોનાણીનાં અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાના પ્રમુખ શ્રી લાભુભાઈ ટી. સોનાણીએ આ વખતની અનાજકીટના દાતા શ્રી પ્રજ્ઞાબેન એસ. ચવાન(કેનેડાવાળા)નો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું. અત્રે એ નોંધવું ઘટે કે અંધ અભ્યુદય મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને પ્રતિમાસ અનાજકીટનું વિતરણ કરવામાં આવે છે.