ધંધુકા નગરના લવીંગયા ફળી વિસ્તારમાં મકાનના કઠોડા પર કપડા સુકવવાની કામગીરી કરતા મીનાબેન રાજુભા સિંધી ઉ.વ.પરના જેઓ મકાનનો કઠોડો અચાનક તુટી પડતા ઉપરથી નીચે પટકાયા હતા.
આ બનાવ બાબતે ધંધુકા ૧૦૮ને જાણ કરાતા પાયલોટ હરેશભાઈ અને ઈએમટી અશોકભાઈ ઘટનાસ્થળે દોડી જઈ ઈજાગ્રસ્તને સારવાર સહ આરએમએસ હોસ્પિટલે ખસેડયા હતા પરંતુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ મીનાબેનને વધુ સારવારની જરૂરીયાતે વી.એસ. હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવેલ. જ્યાં આજે સારવાર ચાલી રહી છે તે દરમ્યાન મૃત્યુ થવા પામેલ. જેમનું આજે ધંધુકા ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવેલ.