તળાજાના ગોપનાથ પીથલપુર પંથકના આમળા ગામે સુ પ્રસિદ્ધ રાકાસરના રાંદલમાંના મંદિરે પરંપરાગત લોક મેળો ભરાયો હતો ગયા વર્ષે કોરોના ભયંકર મહામારીને કારણે મેળાનું આયોજન બંધ રખાયું હતું આ વર્ષે ભક્તો દર્શન કરવા માટે ઉમટયા હતા ઠેર ઠેર ટ્રાફિક જામ થયો હતોકોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દાઠા પોલીસ . હોમગાર્ડ. જીઆરડી. અને સ્વયંસેવક પોતાની ફરજ બજાવતા હતાઅહી એક માત્ર રાંદલમાંતાનુ એવુ મંદિર છે કે દર વર્ષે મહા મહિનામાં રવિવારે જ લોક મેળો ભરાય છે પેલા અને છેલ્લા રવિવારે વધુ ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે દર્શન કરી ધન્યતા અનુભવે છે પુરાણુ પ્રખ્યાત રાંદલમાંતાનુ મંદિર આવેલ છે મંદિર ના પુજારી સેવકો દ્વારા સુંદર વ્યવસ્થા કરાઈ હતી દુર દુર થી અહી દર્શનાર્થીઓ પધારે છે ચાલતાં ચાલતાં દડતા દડતા તો કોઈ પંરપરા મુજબ આજે પણ બળદ ગાડામા આવે છે લોક વાયકા મુજબ અહિં પહેલા ગાઢ જંગલ વિસ્તાર હતો જંગલ વચ્ચે રાંદલ માતાનુ મંદિર હતુરોડ રસ્તા નહોતાં ત્યારે ચાલતા અથવા બળદ ગાડામાં ભક્તો રવિવારે માંનતા ઉતારવા આવતાત્યારે લોક વાયકા મુજબ કહેવાઈ છે કે દુરથી યાત્રાળુઓ બળદ ગાડામાં આવતાં હતાં અને ગાઢ જંગલમાં બળદ બિમાર પડતા યાત્રાળુઓ ભક્તો ચિંતામાં મુકાયા હતાત્યારે લોક વાયકા મુજબ સ્વયં રાંદલમાંતાએ પરચો પુરી બળદ આપ્યો હતો અને યાત્રાળુ ને વળાવયા હતા આવા અનેક પરચા ની આજે પણ વાતો સાંભળવા મળે છેઆજે રવિવાર ભક્તો ઉમટયા ભાતીગળ મેળામાં મહાલવા અને દર્શન કરવા માટે ઠેર ઠેર ટ્રાફિક જામ થયો પીથલપુર પંથકના ભક્તો પીથલપુર માર્ગ પર થી પસાર થતા હોય છે તયા પણ રાંદલમાતા ના મંદિર સુધી ઠેર ઠેર ટ્રાફિક જામ હતો તળાજા આમળા માર્ગ પર પણ ઠેર ઠેર ભકતોની ભીડ જામી હતી