ભારતમાં બે મહિના બાદ ૧૮૦૦૦થી વધુ કેસ નોંધાયા

259

(સં. સ.સે.) નવી દિલ્હી, તા. ૭
ભારતમાં કોરોના વાયરસના ૨૪ કલાકમાં નોંધાતા કેસનો આંકડો સતત ઊંચો જઈ રહ્યો છે. આવામાં શનિવારે દેશમાં ૫૯ દિવસ પછી ૧૮,૭૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે ૧૦,૦૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે. સતત બે દિવસ ૧૦૦થી વધુ કોરોનાના કારણે મૃત્યુ નોંધાયા બાદ મૃત્યુઆંક ૧૦૦ પર રહ્યો છે.
શનિવારે ભારતમાં ૧૮,૭૬૫ કેસ નોંધાયા છે (આમાં આસામનો આંકડો નથી આવ્યો), ૬ જાન્યુઆરી પછી એક દિવસમાં આટલા બધા કેસ નોંધાયા છે. જોકે, ૨૮ જાન્યુઆરીએ ૧૮,૮૯૪ કેસ નોંધાયા હતા, શુક્રવારે દેશમાં ૧૮,૩૦૭ કેસ નોંધાયા હતા. ૨૪ કલાકમાં દેશમાં નોંધાયેલા ૧૮,૦૦૦ કરતા વધુ કેસની સાથે કુલ કેસનો આંકડો ૧,૧૨,૧૦,૭૯૯ થઈ ગયો છે. જ્યારે ૧૦૦ મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૧,૫૭,૭૫૬ થઈ ગયા છે. જ્યારે નવા કેસની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧૪,૩૯૨ નોંધાઈ છે. ભારતમાં ૭ દિવસથી નોંધાતા સરેરાશ કોરોના વાયરસના કેસની સંખ્યા ૨૦ દિવસે વધીને ૧૬,૩૧૧ થઈ ગઈ છે. સતત ૫ મહિના સુધી નવા કેસમાં ઘટાડો થયા પછી ૧૪ ફેબ્રુઆરી પછીથી કોરોના વાયરસની કેસમાં મોટો ઉછાળો આવી રહ્યો છે. જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧,૮૪,૫૨૩ થઈ ગઈ છે. જો આગામી સમયમાં સ્થિતિમાં સુધાર ના આવ્યો તો એક્ટિવ કેસ ફરી ૨ લાખને પાર જઈ શકે છે. મહારાષ્ટ્રમાં નવા ૧૦,૧૮૭ કેસ નોંધાયા છે, શુક્રવારે પણ નવા કેસ ૧૦,૦૦૦ના આંકડાને પાર કરીને ૧૦,૨૧૬ પર પહોંચ્યા હતા. જેમાંથી પુણે જિલ્લામાં ૧,૯૨૫ કેસ નોંધાયા છે. જ્યારે નાગપુરમાં ૧,૨૧૭ અને મુંબઈમાં ૧,૧૮૮ નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના કારણે ૨૪ કલાકમાં ૪૭ લોકોએ જીવ ગુમાવ્યો છે.
કેરળમાં શનિવારે પણ શુક્રવારની જેમ વધુ ૨,૭૯૧ કેસ નોંધાયા હતા, પંજાબમાં ફરી કેસની સંખ્યા વધી છે. અહીં ૧,૧૭૯ નવા કેસ નોંધાયા છે. સતત ત્રીજા દિવસે પંજાબમાં ૧૦૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે. આ ૧ ઓક્ટોબર પછી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. પાડોશી રાજ્ય હરિયાણામાં પણ કેસમાં વધારો થયો છે. હરિયાણામાં ૩૦ ડિસેમ્બર પછી એક દિવસમાં સૌથી વધુ ૩૨૩કેસ નોંધાયા છે. ચંદીગઢમાં પણ કેસ વધ્યા છે અને અહીં ૧૨૨ કેસ નોંધાયા છે. આ સિવાય તામિલનાડુમાં ૫૬૨ નવા કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં ૫૭૧, મધ્યપ્રદેશમાં ૪૬૭, દિલ્હીમાં ૩૨૧, રાજસ્થાનમાં ૨૩૩, બાંગ્લાદેશ ૨૫૯ કેસ નોંધાયા છે. અહીં મોટાભાગના રાજ્યોમાં જાન્યુઆરી પણ સૌથી વધુ કેસ નોંધાયા છે. કેસમાં વધારો જોતા દરેક જિલ્લાના પ્રવેશ પર ચેકપોસ્ટ મૂકવામાં આવી છે.

Previous articleપ.બંગાળ ચૂંટણી : મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા
Next articleનંદકુંવરબા મહિલા કોલેજના ૧૧માં મુખપત્રનું વિમોચન