ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગોના આયોગની કચેરીનો કાર્યારંભ 

932
gnd4418-3.jpg

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ બુધવાર તા.૪ એપ્રિલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિ માં ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગોના આયોગના નવા કાર્યાલયનો ગાંધીનગરમાં બપોરે ૧.૦૦ કલાકે પ્રારંભ કરાવશે. 
સેકટર-૧૦માં કર્મયોગી ભવન બ્લોક-૧ના છઠ્ઠા માળે છ-૨ વીંગમાં આ આયોગની કચેરી કાર્યરત કરવામાં આવી છે. અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, રાજ્ય સરકારે ગત તા.પ ઓકટોબર-ર૦૧૭થી ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગોના આયોગની રચના કરી છે. 
આ આયોગના અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરા, ઉપાધ્યક્ષ રશ્મીભાઇ પંડયા અને સભ્યો તરીકે સર્વ નરેન્દ્રભાઇ શાહ, હસમુખભાઇ ભગદેવ તેમજ પ્રદિપસિંહ વાઘેલાની નિમણૂંક કરવામાં આવી છે. ડૉ. દિનેશ કાપડીયા આ આયોગના મેમ્બર સેક્રેટરી તરીકે સેવાઓ આપશે. 

Previous article ૧૪ વર્ષ પહેલાં વેચેલા ફલેટમાં રિવાઈઝ પ્લાનના નામે લાખો રળવા બિલ્ડરની દાનત બગડી
Next article મસાલાના ભાવ ગઈ સાલ જેટલા જ વેપારીઓએ જાતે જ ચેતવણીના બોર્ડ મુકયા