મહુવા તાલુકાના કોટિયા ગામે મહાશિવરાત્રિના દિવસે ગૌ ક્રાંતિ મહાવિષ્ણુ યાગનું આયોજન

798

મહુવા તાલુકાના કોટિયા ગામે આવેલ પર્વતોની ગિરીમાળાઓની વચ્ચે કુદરતી સૌંદર્યના સાંનિધ્યમાં પુુનમડુંગર (બાવવાળા)ખાતે તા. ૧૧-૦૩-૨૦૨૧ના મહા શિવરાત્રિના દિવસે બ્રહ્મલીન મોહનગીરી બાપુના આશિષ અને સંત લહેરગીરી બાપુના સાંનિધ્યમાં ગૌ ક્રાંતિ મહાવિષ્ણુયાગ ૧૦૮ કુંડનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
મહાશિવરાત્રીનાં દિવસે વિદ્વાન ભુદેવોના મંત્રોચ્ચારથી વિધીવત પ્રારંભ થશે. તા. ૧૦-૩નાં રોજ હેમાદ્રી શ્રવણ તેમજ ગૌ માતા પુજન સવારે ૧૧ કલાકે રાત્રિના વિશાળ ધર્મસભાનું આયોજન કરેલ છે. તેમજ રાત્રિનાં રોજ ૪ પ્રહરની પૂજા રાખેલ છે. આ મહાશિવરાત્રિમાં યોજાશે મહા સહયોગ ધરતીપુત્રો અને ગૌ રક્ષકનું થશે. અનોખું મીલન સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમવાર ગૌ ક્રાંતિ મહાયજ્ઞ મહોત્સવ આયોજન છે ત્યારે મહુવા તાલુકાનું કોટિયા ગામ બનશે અમૂલ્ય અવસરનું સાક્ષી. ભારત દેવભૂમિ છે અને લહેરગીરી બાપુ જેવા સંતો પણ છે.
આવા સંતો સૌરાષ્ટ્રમાં ગૌ માતાનું જતન સેવા અને જાગૃતિ આવે તેવા કાર્યો કરી રહ્યા છે. આ ગામમાં ઘરે ઘરે ગૌ માતાની પૂજા થાય છે. અને આખું ગામ ગાય આધારિત ખેતી કરતું હશે અને પર્યાવરણનું રક્ષણ કરે છે એવા સમગ્ર કોટિયા ગામ અને લેહરગીરી બાપુ દ્વારા મહાશિવરાત્રિના પાવન દિવસે મહાગૌરક્ષક યજ્ઞમાં પધારવા આમંત્રણ આપે છછે. તો આ ભજન ભોજન અને સત્સંગ તેમજ ગૌ સેવાના આ ધર્મોત્સવનો લાભ લેવા સંત લહેરગીરી બાપુ તેમજ સેવક સમુદાય દ્વારા જાહેર નિમંત્રણ પાઠવેલ છે. વિશ્વ લોહાણા મહાપરિષદના ઝોનલ પ્રમુખ તરીકે ભાવનઞરના એડવોકેટ સુમિતઠકકરની વરણી
ભાવનઞર ના જાણીતા સામાજીક કાયૅકર સ્વ.કનુઠકકર ના પૌત્ર એડવોકેટ સુમિત અજયભાઈ ઠકકરની વિશ્વ લોહાણા મહાપરિષદ ના પ્રેસીડન્ટ સતીષભાઈ વીઠ્ઠલાણીએ આખા ભારતમાં ૧૪ ઝોન પ્રમુખની વરણી કરેલ.
જેમાં ભાવનઞર, અમરેલી, બોટાદના ઝોનના ઝોનલ પ્રેસીડન્ટ તરીકે સુમિત ઠકકરની વરણી કરેલ છે. જેને લોહાણા સમાજના આઞેવાનો, કાયૅકરો, જ્ઞાતિજનો એ આવકારેલ છે. સુમિતઠકકર હાલ ઞુજરાત રેડક્રોસ મા પણ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે અને ભાવનઞર રેડક્રોસમા પણ વાઈસ પ્રેસીડન્ટ તરીકે સેવા આપે છે. તેઓની કોરોના મહામારીના સમય દરિમયાન કરેલી કામઞીરીને સરકાર તેમજ જુદી જુદી સંસ્થાઓ દ્રારા સન્માનિત કરવામાં આવેલ.
આ નિમણુક ને શ્રી વિશ્ર્‌વ લોહાણા મહાપરિષદ ના પ્રેસિડેન્ટ સતીષભાઈ વિઠ્ઠલાણી, ઉપ પ્રમુખ જીતેન્દ્ર લાલ, મહામંત્રી હરીશભાઈ બી.ઠકકર, ડો.સુરેશભાઈ એ પોપટ તેમજ ભાવનઞર, અમરેલી, બોટાદ ઝોનના લોહાણા સમાજના અઞણીઓ, વેપારીઓ, જ્ઞાતિજનો, માતૃસંસ્થા ની સેવા કરવાનુ બળ પુરૂ પાડે એવી શુભેચ્છાઓ પાઠવી અભિનંદન પાઠવેલ.

Previous articleલીમડા ગામે ઇકો કારમાં આગ લાગી
Next articleઉમરાળામાં રામ જન્મભૂમિ નિધીની રકમ સાધુ-સંતોને અર્પણ કરાઇ