ઉમરાળા તાલુકા રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત તા. ૦૧-૦૩-૨૦૨૧ના રોજ ઉમરાળા તાલુકાનો સંપૂર્ણ અભિયાનનો હિસાબ રુ.૧૫૦૫૧૨૫/- કરીને તાલુકા સમીતી દ્વારા સાધુ સંતો હસ્તક પરમ પુજય મહંત રવુબાપુ વાંકિયા હનુમાનજી આશ્રમ આંબલા,મહંત જીણારામબાપુ મહંત મોંઘીબાની જગ્યા શિહોર, ભરતદાસબાપુ હનુમાનદાસ આશ્રમ વાંગધ્રા, બળદેવસિંહ ગોહિલ ભોજાવદર,પથુભા ગોહિલ પીપરાળી, જગદીશભાઈ ભીંગરાડિયા, નાનુભાઈ ડાંખરા, કાંતિભાઈ, પ્રતાપભાઈ આહીરની ઉપસ્થિતિમાં અને પેથાભાઈ ડી.આહીર ય્ૈંડ્ઢઝ્રના નિયામક જન્મદિવસે તેમના નિવાસસ્થાને પુજ્ય સંતોને સોંપવામાં આવ્યો અને સંતોએ જિલ્લા નિધિ પ્રમુખ રસિકભાઈ કણજરીયા તથા જિલ્લા નિધી સહ પ્રમુખ બહાદુરસિહ તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના પ્રચારક ઉમંગભાઈ ચાવડાને સુપરત કરવામાં આવ્યો. આ ઐતિહાસિક કાર્યમાં જે કોઈ નાના-મોટા કાર્યકર્તાઓ અભિયાનમાં જોડાયા હતા તે બધાને અભિયાન સફળતાપૂર્વક જોમ તથા જુસ્સા સાથે પૂર્ણ કરવા બદલ બધાને ખૂબ ખૂબ અભિનંદન તથા શુભેચ્છાઓ. આપણે એક ઐતિહાસિક કાર્યના સાક્ષી અને નિમિત્ત બન્યા અને ભવિષ્યમાં પણ આપણે સૌ આવા કાર્યક્રમો કરીને આપણી હિન્દુ સંસ્કૃતિને ટકાવીને એક નવા સમાજનું નિર્માણ કરીએ તેવી અભ્યર્થના.