ભાવનગર રેલ્વે મંડળ પર “આંતર્રાષ્ટ્રીય મહિલા દિવસ” રેલ્વે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે, આંતર્રાષ્ટ્રીય મહિલા દિવસની થીમ યુનાઇટેડ નેશન્સ દ્વારા “વૂમેન ઇન લીડરશિપઃ ઐન ઇક્વલ ફ્યૂચર ઇન અ કોવિડ-૧૯ વર્લ્ડ” જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભમાં ભાવનગર મંડળ પર એક કાર્યક્રમ પણ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત મંડળ રેલ્વે મેનેજર પ્રતીક ગોસ્વામી, મંડળ કાર્મિક અધિકારી અરિમા ભટનાગર, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન-ભાવનગર ની સદસ્યા કિરણ હંસેલીયા, અને સહાયક વાણિજ્ય પ્રબંધક નીલાદેવી ઝાલા અને અન્ય મહિલા કાર્યકરો દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવેલ . કાર્યક્રમમાં ૭૦ થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ પ્રોગ્રામમાં, કોવિડ -૧૯ દરમિયાન કાર્યકારી અનુભવ અને યોગદાન સહાયક લોકો પાઇલટ કુ. કૃષ્ણા દ્વારા શેર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થા-ભાવનગરના પ્રમુખ પ્રેરણા ગોસ્વામીએ વીડિયો દ્વારા સંબોધન કર્યું હતું. ભાવનગર રેલ્વે હોસ્પિટલના ફાર્માસિસ્ટ સરતાજ દ્વારા કોવિડ -૧૯ દરમિયાનનો તેમનો અનુભવ વ્યક્ત કરવામાં આવેલ અને તેમણે દરેકને વર્તમાન સમયમાં પણ સજગ રહેવા, સકારાત્મક વિચારસરણી રાખવા અનુરોધ કર્યો હતો. કાર્યસ્થળ પર સેક્સુઅલ હૈરાસમેન્ટને લગતા કાયદા વિશે વિસ્તૃત ચર્ચા કુ. સુલભા પ્રાંજપે (એડવોકેટ) દ્વારા કરવામાં આવી હતી અને સહાયક વાણિજ્ય પ્રબંધક નીલાદેવી ઝાલાયે મહિલા કર્મચારીઓને પણ સંબોધન કર્યું હતું.
મંડળ રેલ્વે મેનેજર પ્રતીક ગોસ્વામીએ ૧૦ મહિલા કોરોના વારિયર્સ અને ૭ મહિલા કર્મચારીઓને શુભેચ્છાઓ અને પ્રશંસાપત્રો આપ્યા.
આ ઉપરાંત ૪૯ મહિલા કર્મચારીઓને કર્મચારીના હિતનિધી ફંડમાં થી ભેંટ આપીને પ્રોત્સાહિત અને સન્માનિત કરવામાં આવ્યા હતા. રેલ્વે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર નાટક પણ રજૂ કરાયું હતું.