ભાવનગરના મેયર પદ માટે છેલ્લા કેટલાય સમયથી કિર્તીબેન દાણીધારીયા અને વર્ષાબા પરમારના નામની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી હતી આખરે ભાજપ પ્રદેશ મોવડીઓ દ્વારા કિર્તીબેન દાણીધારીયાનું નામ મેયર પદ માટે જાહેર કરતા ભાજપ કાર્યાલય ખાતે વર્ષાબા પરમાર હિબકે ચડ્યા હતા અને મિડીયા સમક્ષ પોતાની સાથે હંમેશા અન્યાય થતો હોવાનું જણાવી ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જો કે, ભાજપના સિનીયર આગેવાનોએ તેમને સાંત્વના આપી શાંત પાડ્યા હતા.