શહેરમાં કચરો સળગાવનારા સામે મનપા કડક પગલાં લેશે

818
gnd4418-1.jpg

ગાંધીનગર મહાપાલિકાએ છેલ્લા ત્રણ વર્ષમાં શહેરમાં સફાઇની વ્યવસ્થા ગોઠવી દીધી છે. આમ છતાં પાટનગરવાસીઓ મહાપાલિકા ન હતી અને જ્યારે સફાઇ વેરો પણ ભરવાનો થતો ન હતો તે દિવસોને યાદ કરવા મજબુર બની જાય છે. કેમ કે હવે માત્ર ડમ્પિંગ સાઇટ જ માત્ર સળગતી હાલતમાં રહી નથી. 
શહેરના કોઇ પણ ખુણે સળગતા કચરાના અને કચરાના ઢગલા પડયા હોવાના દશ્ય આમ બની ગયા છે. પાનખરના દિવસોમાં આ સમસ્યા દર વખતે વસાહતીઓને પરેશાન કરે છે. ત્યારે મહાપાલિકા દ્વારા કચરો સળગાવતા તત્વોને પકડવા સેનેટરી ઇન્સપેક્ટરને રાઉન્ડમાં ઉતારવાના છે. 
શહેરના પૂર્વ અને પશ્ચિમ વિભાગના મુખ્ય માર્ગોની સફાઇનું કામ કરવા માટે ઇજારા આપવામાં આવેલા છે. ઇજારાદારને સોંપાયેલી આ કામગીરીમાં માત્ર રસ્તા નહીં પરંતુ ફૂટપાથ, કાર્પેટ એરિયા, ડિવાઇડર અને સોલ્ડર સહિતની સફાઇ કરવાની અને આસપાસના મર્યાદિત વન વિસ્તારમાંથી પ્લાસ્ટિકના કચરા સહિતનો કચરો ઉપાડી લેવાની કામગીરી કરવાની થાય છે. સાથે જ એકત્ર થયેલો કચરો ઇજારાદારે પોતાના વાહનો દ્વારા જ મહાપાલિકા સુચવે તે સ્થળે નિકાલ કરવાનો રહે છે. એજન્સી સાથે પુરતા સફાઇ કામદાર અને સુપરવાઇઝરને સતત કામ પર રાખવાની પણ શરત રખાઇ છે તેમ છતાં દેશની સર્વોચ્ચ અદાલતના જાહેરમા કચરો નહીં બાળવાના આદેશનું રાજ્યના પાટનગરમાં જ રોજે રોજ ઉલ્લંઘન થતું રહે છે. 
તેની સામે મહાપાલિકા તરફથી કોઇ તપાસ કરવામાં આવતી નથી કે કોઇ પગલા પણ લેવામાં આવતાં નથી. પરંતુ હવે કચરો સળગાવનારાઓને પકડી પાડવા અને દંડ ફટકારવાના મ્યુનિસિપલ કમિશનરની સુચનાના પગલે આ દિશામાં કામગીરી કરવામાં આવશે. આમતો મહાપાલિકાએ છેલ્લા ત્રણ વર્ષમાં સફાઇની વ્યવસ્થા ગોઠવી દીધી છે. છતાં નગરવાસીઓ મહાપાલિકા ન હતી અને જ્યારે સફાઇ વેરો પણ ભરવાનો થતો ન હતો તે દિવસોને યાદ કરવા મજબુર બની જાય છે. કેમ કે હવે માત્ર ડમ્પિંગ સાઇટ જ માત્ર સળગતી હાલતમાં રહી નથી. 
સુકા પાંદડા સળગવાની સાથે જમીન પર લાગતી આગને કારણે આસપાસના વૃક્ષોના થડ સળગવાથી અને ઘણા કિસ્સામાં આગની ગરમી લાગી જવાથી સાજા સારા વૃક્ષો મરી જતાં હોવાના બનાવોના પગલે પાંદડાનો કચરો સળગાવનારા તત્વોને પકડવા વન વિભાગના કર્મચારી ઓને પણ વોચમાં રાખવામાં આવ્યા છે. 

Previous article જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેનાં પ્રથમ દિવસે તાવનાં ૫૮૪ કેસ મળ્યા
Next articleધારાસભ્ય સપ્તાહમાં માત્ર ૩ અતારાંકિત પ્રશ્ન પૂછી શકશે