મહુવામાં હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પાર પાડ્યું

399

ભાવનગર જિલ્લા ના મહુવા હોમગાર્ડઝ યુનિટ ના જવાનો દ્વારા મહુવા રાજુલા બાયપાસ રોડ પાસે આવેલ ટીમ્બી હનુમાનજી મંદિર મહુવા ખાતે હિંદુ-મુસ્લિમ જવાનો એક સાથે મળી સત્ય નારાયણ ભગવાનની કથાનુ આયોજન કરી ત્યારબાદ કતપર રોડ ઉપર આવેલ ઈમાનશાહ પીર બાપુની દરગાહ અને ગાધકડા બજાર પાસે આવેલ મામનશાહ પીર બાપુની દરગાહ પર ચાદર ચઢાવીને દુવા હાંસલ કરી હતી આ રીતે ફરી એકવાર હોમગાર્ડઝ ના જવાનો એ ખાખી ધર્મ નિભાવી આપણા દેશની ધરોહર એવા સૂત્ર “હિન્દુ, મુસ્લીમ ,શીખ, ઇસાઇ આપસ મેં હમ ભાઈ ભાઈ” આ સૂત્રનું ગૌરવ વધારી પ્રતિષ્ઠા હાંસલ કરી સાર્થક કરી બતાવ્યું છે.

Previous articleભારતનો પૂર્વ ક્રિકેટર ઝહિર ખાને પત્નિ સાથે ઝારખંડમાં માતાજીના દર્શન કર્યા
Next articleપાલિતાણા ખાતે વિવિધ ક્ષેત્રે કામ કરતી મહિલા પ્રતિભાનું શૈક્ષણિક સંસ્થા દ્વારા કરાયું સન્માન