પાલિતાણા ખાતે વિવિધ ક્ષેત્રે કામ કરતી મહિલા પ્રતિભાનું શૈક્ષણિક સંસ્થા દ્વારા કરાયું સન્માન

344

કોઈ એક જ દિવસ સ્ત્રી માટે નથી, દરેક દિવસની શરૂઆત જ સ્ત્રીના કાર્યથી થાય છે. ત્યારે શક્તિનું સન્માન સ્વાભાવિક છે. તે વિષયને લઈ અંકુર વિદ્યાલય અને સ્વામી વિવેકાનંદ કૉલેજ પાલિતાણા દ્વારા વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપતા મહિલા પ્રતિભાનું સન્માન કરવામાં આવ્યું હતું. પાલિતાણા શહેરમાં રાજકીય, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરનાર દરેક મહિલા પ્રતિભાનું સંસ્થા દ્વારા પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આમ શક્તિ રૂપી મહિલા પ્રતિભાનો હોંસલો વધારવા એક પ્રયાસ કરાયો હતો.એટલું જ નહિં યજમાન શિક્ષણ સંસ્થામાં ફરજ બજાવતા દરેક મહિલા શિક્ષિકા અને મહિલા કર્મચારીઓનું પણ સંસ્થાના ટ્રસ્ટી ધર્મિષ્ઠાબેન ત્રિવેદી અને વિભૂતિબેન ત્રિવેદી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

Previous articleમહુવામાં હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પાર પાડ્યું
Next articleપાકિસ્તાન મેડ ઇન ઇન્ડિયા રસીની મદદથી કોરોનાને હરાવશે