સિહોરમાં નવનાથના બેસણા છે આથીજ તેને છોટેકાશીનું બિરૂદ પ્રાપ્ત થયેલ છે ત્યારે શિવરાત્રીની તો ભકતીમય ઉજવણી થાય જ તેમ નવનાથના દરેક શિવાલયોમાં આજે શિવરાત્રી નિમિતે લઘુરૂદ્ર, હોમાત્મક રૂદ્રી, મહા આરતી, પ્રસાદ વિતરણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જયા ભાવિકો દર્શન, પુજન અને પ્રસાદનો લાભ લઈને પાવન બન્યા હતા.