ગીતાથી પ્રેરિત કોઇપણ વ્યક્તિ સ્વભાવથી દયાળુ જ હશે : મોદી

282

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૧૧
ડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી ચિદ્ભવાનંદજીની ભગવદ ગીતાનું કિંડન વર્જન લૉન્ચ કર્યુ. આ અવસરે પીએમ મોદીએ એક કાર્યક્રમને પણ સંબોધિત કર્યો. જેનુ આયોજન સ્વામી ચિદ્ભવાનંદજીની ભગવદ ગીતાની ૫ લાખથી વધારે કોપીઓને વહેંચ્યા બાદ કરવામાં આવી રહ્યુ છે. આ કાર્યક્રમ વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા થયુ. સ્વામી ચિદ્ભવાનંદજીની ભગવદ ગીતાની અત્યાર સુધી ૫ લાખ કોપીઓ વહેંચાઈ ચૂકી છે. જેનો જશ્ન મનાવવા માટે આ ઈવેન્ટ રાખવામાં આવી છે.
પીએમ મોદીએ આ દરમિયાન ગીતાના મહત્વને પોતાના સંબોધન દ્વારા શેર કર્યુ. પીએમ મોદીએ જણાવ્યુ કે ગીતા કેવી રીતે મુશ્કેલ સમયમાં આપણી સાથે હોઈ શકે છે, સાથે જ યુવાઓને કેમ ગીતા જરૂર વાંચવી જોઈએ. પીએમ મોદીએ એ પણ જણાવ્યુ કે ગીતાના મૂલ્ય ભારતને જ નહીં દુનિયા માટે પણ ઘણા જરૂરી છે.ગીતા આપણને વિચારવા પર મજબૂર કરે છે. પ્રશ્ન કરવા માટે પ્રેરિત કરે છે. આપણા મગજને ખુલ્લુ રાખે છે. ગીતાથી પ્રેરિત કોઈ પણ વ્યક્તિ હંમેશા સ્વભાવથી દયાળુ અને લોકતાંત્રિક હશે.
યુવાઓમાં ઈ-બુક્સ ઘણા પ્રસિદ્ધ થતા જઈ રહ્યા છે. આ પ્રયાસ ગીતા વિચારથી વધારેથી વધારે યુવાઓને જોડશે. આજની યુવા પેઢીએ ભગવદ ગીતા જરૂર વાંચવી જોઈએ. ગીતા તે વિચારોનુ રૂપ છે જે આપને જીત તરફ લઈ જાય છે.ગીતા આપને દરેક મુશ્કેલને પાર કરવાની તાકાત આપે છે. અહીં સુધી કે આ કોરોનાના સમયમાં પણ ગીતાએ લોકોને આ મહામારી સામે લડવાની શક્તિ આપી. પીએમે કહ્યુ કે હાલના દિવસોમાં જ્યારે દુનિયાને દવાઓની જરૂર હતી. ભારતે તેમને પ્રદાન કરવા માટે જે કંઈ પણ કર્યુ, તે કર્યુ. દુનિયા ભરમાં મેડ ઈન ઈન્ડિયા વેક્સિન જઈ રહી છે. અમે માનવતાની મદદ કરવાની સાથે જ તેમને ઠીક કરવા ઈચ્છીએ છીએ.
ગીતા આપણને આ શીખવાડે છે.
આત્મનિર્ભર ભારતના મૂળમાં ધનની સાથે મૂલ્યોને પેદા કરવાનુ છે, ના માત્ર પોતાના માટે પરંતુ માનવતા માટે. અમે માનીએ છીએ કે એક આત્મનિર્ભર ભારત દુનિયાની માટે શ્રેષ્ઠ છે.
મહાત્મા ગાંધી હોય કે પછી લોક માન્ય તિલક, દરેક ગીતાથી પ્રભાવિત રહ્યા છે. ભગવદ ગીતા આપણને વિચાર કરવા અને કંઈક નવુ કરવાની પ્રેરણા આપે છે.

Previous articleચેક બાઉન્સ કેસના ઝડપી નિકાલ માટે સુપ્રીમ સમિતિની રચના કરશે
Next articleભાવનગર શહેરના જવાહર મેદાન પાસે સૌ પ્રથમવાર દિવ્યાંગો માટે ટ્રાઈસિકલ મેરેથોન