શહેરના સિંદબાદ હોટલ પાસે નવનિર્માણ પામી રહેલા બ્રિજ પાસે બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે જૂથ અથડામણ થઈ હતી. બે જૂથો સામસામે આવી જતાં તોડફોડની ઘટના બની હતી. અહીં સંખ્યાબંધ વાહનો અને મોલમાં આવેલા હોટલ પર ટોળાએ તોડફોડ કરી હતી. ઘટનાને પગલે ઘટનાસ્થળે જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. અથડામણને કાબૂમાં લેવા માટે પોલીસે ટીચર ગેસના સેલ છોડ્યા હોવાનું જાણવા મળે છે.
સિંદબાદ હાઇવે મુસ્લિમ સમાજના ટોળા દ્વારા મચાયેલા તોફાનને પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. જેને પગલે બોરીસણા રોડ પર આવેલી સિલ્વર પ્લેટર હોટલ મુસ્લિમ યુવાન ચલાવતો હોઇ હિન્દુ ટોળાએ તેને નિશાનો બનાવ્યું હતું અને હોટલ ના કાચ તોડી નાંખતા હોબાળો મચી ગયો હતો.
આજે સવારના આશરે ૧૦ઃ૩૦ કલાકે મુસ્લિમ સમાજનું ટોળુ સિંદબાદ હાઇવે પર એકઠું થઇ ગયું હતું જોતજોતામાં આ ટોળું ૫૦૦ થી ૭૦૦ને પાર કરી ગયું હતું. ધોકાઓ સાથે ઘસી આવેલા ટોળાએ હાઇવે રોડ ઉપરથી પસાર થતી બસો તેમજ ખાનગી વાહનોને નિશાન બનાવ્યા હતા. તેમજ શુકન એવન્યુ આગળ પાર્ક કરેલી ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનો ઉપર તોડફોડ મચાવી દીધી હતી.
બનાવની જાણ થતા કલોલ શહેર તાલુકા સહિત જીલ્લા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ટોળાને વિખેરવા પ્રયત્ન કરતા પોલીસ વાહન પર પણ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. વાતને વણસતી જોઇ તાત્કાલિક પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયરગેસના સેલ છોડી ટોળાને વિખેરી નાંખ્યુ હતું. પોલીસ દ્વારા તોફાન મચાવનાર તત્વોની ધરપકડ કરતા ટોળુ નાસી છુટ્યું હતું. જોકે પોલીસે ૧૦ થી ૧૫ હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા.