આંધ્રપ્રદેશમાં માર્ગ અકસ્માતઃ છ લોકોના મોત, ૭ ઘાયલ

218

(જી.એન.એસ.)કૃષ્ણા,તા.૧૪
આંધ્રપ્રદેશમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મળી રહેલી માહિતી અનુસાર, આ અકસ્માતમાં ૬ લોકોનું મોત નિપજ્યુ છે. જ્યારે અન્ય ૭ લોકો ઘાયલ થયા છે. આંધ્રપ્રદેશનાં કૃષ્ણા જિલ્લાના નુજીવીડુ મંડળનાં ગોલ્લાપલ્લી ગામ નજીક રવિવારે આ અકસ્માત થયો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓડિશા રમેશ, ભુક્યા નાગરાજુ, બાનાવતુ સોના, બાનાવતુ નાગુ, ભુક્યા સોમલા અને બર્માવત બેબીનું મોત નીપજ્યું હતું. પાંચ મજૂરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાનાવાતુ નાગુનું હોસ્પિટલમાં મોત થયું હતું. અકસ્માત સમયે ઓટોમાં કુલ ૧૪ મજૂરો સવાર હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. વળી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે આઈપીસીની કલમ ૩૦૪ હેઠળ ગુનો નોંધ્યો છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પોલીસ તેની શોધ કરી રહી છે. બીજી તરફ આરોગ્ય પ્રધાન આલ્લા નાનીએ માર્ગ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, માર્ગ અકસ્માતમાં મજૂરોનાં મોતથી તેઓ દુઃખી છે. મજૂરી કરીને જીવતા લોકોનાં મોત એ ખૂબ જ દુખદાયક ઘટના છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. તેમજ મંત્રીએ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારી તબીબી સંભાળ પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. સરકાર મૃતકોનાં પરિવાર સાથે ઉભી રહેશે.

Previous articleદેશના વધુ ૧૩ એરપોર્ટનું ખાનગીકરણ કરશે મોદી સરકાર
Next articleલોકશાહી અંગે વિદેશી સંસ્થાઓના સર્ટિફિકેટની ભારતને જરુરી નથીઃ વિદેશ મંત્રી એસ જયશંકર