ભાવનગર શહેરમાં બેંક હડતાળના પગલે કરોડોના વ્યવહાર ખોરવાયા, કર્મચારીઓ આજે સ્કૂટર રેલી યોજશે

755

ભાવનગરના નિલમભાગ એસબીઆઈ ખાતે બેંક ના કર્મચારીઓ દ્વારા હડતાલ સાથે સુત્રોચ્ચાર કરાયા હતા. જેમાં યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા કેન્દ્ર સરકારની બેન્કોના ખાનગીકરણની નીતિના વિરોધમાં આજથી બે દિવસ હડતાલ પાડવામાં આવી છે આ કારણે કરોડોનો વ્યવહાર ઠપ્પ થતા ઉદ્યોગો, વેપારીઓ સમેત ગ્રાહક વર્ગની સ્થિતિ કફોડી બની છે.
નિલમબાગ એસબીઆઈ ખાતે એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાવનગર શહેર અને જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેન્કોની ૧૨૮ શાખાના પાંચેક હજાર કર્મચારીઓ બે દિવસ હડતાલ પર રહીને વિરોધ પ્રદર્શિત કરશે, ભાવનગર જિલ્લામાં બે દિવસની હડતાલને લીધે આશરે કરોડોની આર્થિક લેવડદેવડ પર ઘેરી અસર થશે.
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા અપાયેલી આ હડતાલના અનુસંધાને ભાવનગર શહેર તેમજ જિલ્લાના બેંક કર્મચારીઓ દ્વારા આજે સવારે એસબીઆઇ, નિલમબાગ શાખા ખાતે દેખાવ કર્યા હતા અને આવતીકાલે મંગળવારે સવારે ૧૦-૩૦ કલાકથી સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્કૂટર રેલી એ.વી.સ્કૂલ મેદાનેથી શહેરના વિવિધ માર્ગથી પર ફરી કલેકટર કચેરી ખાતે પૂર્ણ થશે.આ હડતાળમાં ભાવનગર શહેર અને જિલ્લાના બેંકનો કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous article૨૪ કલાકમાં ૨૫ હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા
Next articleકુંભારવાડા રોહિતમિલ કમ્પાઉન્ડમાં આવેલ પ્લાસ્ટીકના કારખાનામાં આગ લાગી, ૪ ટન દાણા બળીને ખાખ