ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ રોહીતમિલના પ્લાસ્ટિકના કારખાનામાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. જોકે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગની જ્વાળા દૂર દૂર સુધી દેખાઈ હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.
કુંભારવાડા નારીરોડ પર આવેલ રોહીલ મિલના કમ્પાઉન્ડમાં પ્લાસ્ટિકના કારખાનામાં વહેલી સવારે આગ લાગી હતી. આ પ્લાન્ટ પ્લાસ્ટિકના દાણા બનાવે છે.
જેમાં અંદાજે ૪ ટન જેટલા દાણા બળીને ખાખ થઈ ગયા હતા. તથા રોહિત મિલ કમ્પાઉન્ડ ભાડુઆત તરીકે વેસ્ટન પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ માલિક દિપકલાદાણીની માલિકીના કારખાનામાં આગ લાગી હતી.
આ આગમાં ફાયર વિભાગે બે ગાડી પાણી છાંટી આગ પર કાબુ મેળવવાનો પ્રયાશ કર્યો હતો. જ્યારે આગની જાણ સ્થાનિક લોકોને થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. હાલ આગ લાગવાનું કારણ કે નુકસાની જાણવા મળેલ નથી.