સુરતથી ભાવનગર સહિત સૌરાષ્ટ્ર તરફની લકઝરી બસોના ભાડામાં વધારો

698

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થવાને કારણે હવે સુરતથી ભાવનગર આવવુ-જવુ મોંઘુ બન્યુ છે. સુરત લક્ઝરી બસ એસોસિએશન દ્વારા પણ ટિકિટના ભાવમાં વધારો કરાયો છે. સાથે સાથે પેસેન્જરને બેસાડવાના નિયમોમાં પણ ફેરફાર કરાયા છે. સુરત લક્ઝરી બસ એસો.ના પ્રમુખ ભગુભાઈ જિંડાએ જણાવ્યુ છે કે, પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારો બસ માલિકોને ન પોસાતા ભાડામાં વધારાનો નિર્ણય કરાયો છે. આ બસ ભાડામાં વધારો ૧૦ માર્ચથી અમલમાં મુકાયો છે. સૌરાષ્ટ્ર જવા માટે પહેલા સિંગલ સ્લિપર સીટનો ભાવ ા.૫૦૦ હતો જે હવે ૬૦૦ છે. રસ્તાના પેસેન્જરને લેતા પકડાશે તો તે બસના સંચાલક પાસેથી પાંચ હજાર દંડ લેવાશે. પિકઅપ પોઈન્ટ માટે વરાછા ચોપાટી, નાના વરાછા ઢાળ,સ્વામી મંદિર, વાલક પાટિયા પરથી જ પેસેન્જરોને પિક કરાશે. ગાડીમાં વર્દી હોય કે, કોઈ પ્રસંગમાં આપી હોય તો તેની ફરજિયાત એસોસિએશનમાં જાણ કરવી પડશે.
આ જ રીતે સુરતથી ભાવનગર, મહુવા, અમરેલી, ગારિયાધાર સહિત સૌરાષ્ટ્ર તરફ જતી તમામ બસની સિંગલ સ્પિલપર સીટના ભાવમાં ૧૦૦નો વધારો કરાયો છે. એસોસિએશનના ઉપ પ્રમુખ નિર્મળ ચાવડાએ કહ્યું કે, બસ એક ટ્રીપ મારે એટલે ૨૭૦ લીટર ડિઝલ વપરાય છે. અલગ ટ પર ૨૪૦૦થી ૩૦૦૦ જેટલા ટોલનો ખર્ચ અને દર ટ્રીપમાં ૩ હજાર ચૂકવવો પડે છે. જેેન લઈ બસના સંચાલકોને પોસાય તેમ નથી એટલે એસો. દ્વારા ભાવ વધારો કરાયો છે.

Previous articleકુંભારવાડા રોહિતમિલ કમ્પાઉન્ડમાં આવેલ પ્લાસ્ટીકના કારખાનામાં આગ લાગી, ૪ ટન દાણા બળીને ખાખ
Next articleભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં વારંવાર ગટર ઉભરાવાથી લોકો પરેશાન