દેશભરમાં બેંક કર્મચારીઓની હડતાળ, કરોડોના ટ્રાંજેક્શન અટવાયા

280

નવી દિલ્હી, તા. ૧૫
બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓની હડતાલમાં ગુજરાતના કર્મચારીઓ પણ જોડાયા હતા. સરકારના પાંચ દાયકા પહેલાંની બેંક વ્યવસ્થા સ્થાપિત કરવા સામે કર્મચારીઓ બે દિવસીય હડતાલ પર ઉતર્યા છે. કુલ ૯ બેન્કના યુનિયનના કેન્દ્રીય સંગઠનએ આ બંધની જાહેરાત કરી છે. બેન્ક કર્મચારીઓ સતત સરકારને અપીલ કરી રહ્યા છે કે કોઈ પણ સરકારી બેન્ક પ્રાઈવેટના હાથમાં ન સોંપવામાં આવે કારણ કે તેનાથી કર્મચારીઓની નોકરી જોખમાશે.
બે દિવસ સરકારી બેંકમાં કામ નહીં થાય. શનિવાર અને રવિવારની રજા બાદ લોકો આજે વાટ જોઈ રહ્યા હતા. પરંતુ હડતાળના કારણે હવે બે દિવસ કામ થઈ શકશે નહીં. સરકારી બેન્ક સંબંધિત કામ બુધવારથી શરૂ થશે. તેનો અર્થ એ થશે કે લોકોએ હજુ બે દિવસ રાહ જોવી પડશે. જો સરકાર કર્મચારીઓની માગમી માની લે તો હડતાળ પાછી પણ ખેંચાઈ શકે છે.
ત્યારે હડતાળની અસર ગુજરાતની બેંકો પર પડી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત રાજ્યભરમાં બેંકોની હડતાલના લીધે કરોડો રૂપિયાના ટ્રાંજેક્શન ખોરવાય ગયા છે.
વલસાડ જિલ્લામાં આવેલી રાષ્ટ્રીય કૃત બેંકોના ૨૦ હજારથી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. બેન્ક કર્મચારીઓ ૧૫ અને ૧૬ માર્ચ સુધી હડતાલ પર રહેશે. તેનાથી બેન્ક શાખાઓમાં જમા, વિડ્રો સહિત ચેક ક્લિયરન્સ અને લોન અપ્રુવલ સર્વિસ પ્રભાવિત થશે. એટીએમ સેવા ચાલુ રહેશે. આ બેન્ક હડતાલ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા આપવામાં આવી છે. તો આ તરફ બેંક કર્મચારીઓની હડતાલમાં રાજકોટના કર્મચારીઓ પણ જોડાયા હતા.
રાજકોટના આશરે ત્રણ હજાર જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા .કર્મચારીઓએ પરા બજાર ખાતે બેનરો સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. બેંક કર્મચારીઓનું કહેવું છે કે ખાનગીકરણને કારણે ગ્રાહકોની થાપણો અસુરક્ષિત થઇ શકે છે.
બે દિવસ રજા અને બે દિવસ હડતાલને કારણે અંદાજિત ૨૦૦ કરોડનું ટર્ન ઓવર અટકી પડશે.
ત્યારે આજે જામનગર માં ૧૨૦ જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોની શાખા દ્વારા ૩૫૦૦ કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે, દરરોજનું ૧૦ હજાર કરોડથી પણ વધુનું કિલિયરીંગ થઈ રહ્યું છે, ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણના મુદ્દાઓને લઇને કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહી છે. ત્યારે આજે જામનગર શહેરમાં દિપક ટોકીઝ પાસે આવેલી યુકો બેન્ક ખાતે ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના કર્મચારીઓ દ્વારા હડતાલ મામલે આજે સૂત્રોચ્ચાર સાથે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Previous articleવિરાટ કોહલી ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં ૩,૦૦૦ રન પૂરા કરનાર પ્રથમ ક્રિકેટર બન્યો
Next articleમ્યાંનમારમાં સેનાના ગોળીબારમાં ૫૧ પ્રદર્શનકારીઓનાં મોત થયા