રાણપુરમાં મોલેસલામ ગરાસીયા દરબાર સમાજના યુવાનોએ ૭૨.૪૦૧ રૂપિયાનો ફાળો એકત્ર કર્યો

401

મહીસાગર જીલ્લાના કાનેસરા ગામના ધેર્યરાજસિંહ નામના ૩ મહીનાના બાળકને એસ.એમ. એ-૧ નામની ગંભીર બિમારીમાં સપડાતા તેની સારવાર નો ખર્ચ અંદાજે ૧૬ કરોડ થી વધુ હોવાથી સમગ્ર પરિવાર હતપ્રત થઈ ગયો છે. બાળકને યોગ્ય સમયે સારવાર ન મળે તો સ્નાયુ નબળા પડે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે અને બાળકનો જીવ પણ જોખમાઈ આવી કપરી પરીસ્થિતી માં બાળકના જીવ બચાવવા માટે ફંડ આપવા સોશિયલ મીડીયામાં વાયુવેગે મેસેજ પ્રસરતા બોટાદ જીલ્લાના રાણપુરમાં મોલેસલામ ગરાસીયા પરમાર સમાજના યુવાનો દ્રારા પીડીત બાળક ધેર્યરાજસિંહ ની મદદ માટે રાણપુર શહેરમાં ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો જેમાં રાણપુર શહેરની મેઈન બજારો તેમજ લિંબડી ત્રણ રસ્તા કનારા-પાળીયાદ ત્રણ રસ્તા સહીતના વિસ્તારોમાંથી રાણપુર મોલેસલામ ગરાસીયા દરબાર સમાજના યુવાનો એ ૭૨.૪૦૧(બોતેર હજાર ચારસો એક)રૂપિયાનો ફાળો એકત્ર કર્યો હતો.રાણપુર મોલેસલામ ગરાશીયા દરબાર સમાજના યુવાનો દ્રારા એક બાળક નો જીવ બચાવવા માટે સેવાકીય કાર્ય કરવામાં આવતા લોકો દ્રારા આ યુવાનોની પ્રસંસા કરવામાં આવી રહી છે.જ્યારે રાણપુર મોલેસલામ ગરાસીયા દરબાર સમાજના યુવાનોએ લોકોને અપીલ કરી છે કે ઓનલાઈન દ્રારા લોકો યથાયોગ્ય ફાળો એકાઉન્ટમાં જમા કરાવી બાળકને યોગ્ય સમયે સારવાર મળી રહે તે માટે ધેર્યેરાજસિંહ ના પરિવાર ને મદદ કરવા અપીલ કરી છે.

Previous articleકૃષ્ણા અભિષેક મારી છબી ખરાબ કરી રહ્યો છે : ગોવિંદા
Next articleઆજથી ચાર મહાનગરોમાં રાત્રે ૧૦થી સવારના ૬ સુધી કર્ફ્યૂ