જાફરાબાદના અરબી સુદ્રમાં શંકાસ્પદ પરશુરામ બોટ પકડી પાડી ઓપરેશનમાં પીપાવાવ મરીન પીએસઆઈ પરબતસિંહ ગોહિલ જાફરાબાદ પીએસઆઈ એચ. જી ગોહિલ સહિત સ્ટાફે ૧૦ નોટીમાઈલથી શંકાસ્પદ બોટ ઝડપી પાડ્યાની મોકડ્રીલ યોજાઈ રાજુલા,જાફરાબાદના અરબી સમુદ્રમાં રાજુલા, પીપાવાવ મરીન અને જાફરાબાદ પોલીસ મથક દ્વારા સાગર સુરક્ષા કવચ યોજાયુ દરીયામાં ૧૦ નોટી માઈલ અંદરથી પરશુરામ નામક શંકાસ્પદ બોટ ઝડપી પાડી જેમા આ ઓપરેશનમાં પીપાવાવ મરીન પીએસઆઈ એચ.જી.ગોહિલ તેમજ કમાન્ડો મહેશભાઈ મજીઠીયા, ઈન્દુભા ગોહિલ, નરેશભાઈ સાગઠીયા, નરેશભાઈ કથીરીયા જોડાયા હતા આબેહુબ આતંકવાદી ઘુસ્યા હોય અને તેની પાછળ પોલીસ પડી હોય અને એંતે ૨ દીવસની સતત રાત દિવસ શોધખોળ ચાલતી હોય અને અંતે જ્યારે પરશુરામ નામક બોટને ઝડપી પાડી હોય તેવુ સાગર સુરક્ષા કવચ યોજાયુ અને અંતે રાજુલા જાફરાબાદની ખબર પડી કે આ તો મોકડ્રીલ છે ત્યારે સર્વે જનતાના શ્વાસ નીચા બેઠા પણ ત્યાં સુધી જનતાના શ્વાસ અધ્ધર થઈ ગયેલ.