ભાવનગર જિલ્લાના શિહોર ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળામાં સુપર મેગા નેત્રમણી-નેત્ર યજ્ઞ યોજાયો

864

રણછોડદાસ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ- રાજકોટ અને ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા- આંબલાના એન.એસ.એસ. યુનિટના સંયુક્ત ઉપક્રમે આજરોજ સુપર મેગા નેત્રમણી-નેત્રયજ્ઞ લોકભારતી-સણોસરાના મૅનેજિંગ ટ્રસ્ટી અરુણભાઈ દવેના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. ૧૨૫૦મો સુપર મેગા નેત્રમણી-નેત્ર યજ્ઞ કેમ્પનું સફળ આયોજન કરી સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રથમ આવવા બદલ શ્રી નીતિનભાઈ પંચોલીનું કાર્યક્રમના અધ્યક્ષશ્રી અરુણભાઈ દવેએ સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરેલ. નેત્ર નિદાન કેમ્પમાં ૨૫૦ થી વધુ દર્દીઓના આંખના રોગનું નિદાન કરી જરૂરિયાતવાળા ૫૮ થી વધુ મોતિયાના દર્દીને આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વિના ઓપરેશન કરી અને વિનામૂલ્યે નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. દર્દીને રાજકોટ લઈ જવા, રહેવા-જમવા ચા-પાણી નાસ્તો, ચશ્મા, દવા, ટીપા અને કેમ્પ સ્થળે પરત મુકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા વિના મૂલ્યે કરવામાં આવેલ.કેમ્પ સ્થળે કોવિડ-૧૯ના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવેલ. શાળાના આચાર્ય શ્રી વાઘજીભાઈ કરમટિયાના માર્ગદર્શન મુજબ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવેલ.જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ.યુનિટના પ્રોગ્રામ ઓફિસર ગૌરાંગભાઈ વોરાએ કરેલ.

Previous articleવલ્લભીપુર, મહુવા, પાલિતાણા ન. પા.ના પ્રમુખ, ઉપ પ્રમુખના નામો જાહેર થયા
Next articleસંવેદના સોસાયટીની વિકલાંગોના પુનઃવસન માટે શાળા કોલેજમાં સંવેદના સોસાયટીની રચના કરાશે