રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગરના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ શ્રદ્ધાના રંગો અંતર્ગત જિલ્લાની શાળાકોલેજોમાં સંવેદના સોસાયટીની રચના કરવા રૂપરેખા જાહેર કરી હતી. રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા દ્વારા વિકલાંગોના પુનઃસ્થાપનના કાર્યને વેગ આપવા વર્ષ ૧૫/૦૩/૨૦૧૭માં સંવેદના સેતુ તેમજ ૦૭/૦૫/૨૦૧૯નાં રોજ દિવ્યભાસ્કર(સૌરાષ્ટ્ર સમાચાર) ભાવનગરે રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગરને મશાલ આપી સંવેદના સોસાયટી “સેવા તમારા બારણે” સૂત્રને ચરિતાર્થ કરવા ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ આવેલી શાળાકોલેજોમાં આચાર્યનાં વડપણ નીચે વિદ્યાર્થી અને શિક્ષકનું પ્રતિનિધિત્વ ધરાવતી ૧૦ સભ્યોની સંવેદના સોસાયટી રચવાની શરૂઆત કરી.આ સોસાયટી નેત્રહીનો અને વિકલાંગોના પુનઃસ્થાપન માટે સ્થાનિક લેવલે સહાયભૂત થઇ શકે તેવી રૂપરેખા ઘડવામાં આવી છે. ત્રિ-સ્તરીય સંવેદના સોસાયટીના તાલુકા અને જિલ્લા કક્ષાના માળખાની રચના કરવામાં આવી છે. જે અંર્તગત વિકલાંગો માટે સરકારી અને સામાજિક સેવાઓનું વિસ્તરણ, સહાયક યોજનોનું અમલીકરણ, સાધન સહાય, આરોગ્યને લગતી સેવાઓ જેવી પાયાની સગવડો પૂરી પાડવા આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યને રાજ્યના અંતરીયાળ વિસ્તાર સુધી લઇ જવા “શ્રદ્ધાના રંગો” શીર્ષક નીચે લાભુભાઈ સોનાણી યુટ્યુબ ચેનલ પર તા.૧૫/૦૩/૨૦૨૧ને સોમવારના રોજ વિશેષ વાર્તાલાપ આપી થીમ આધારિત ચિત્ર તેમજ કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વાર્તાલાપમાં શ્રદ્ધાના સાત રંગો વિષે ચર્ચા કરતા સ્પર્ધકોએ પોતાની કૃતિ તૈયાર કરી રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા, ઝ્રર્/ં. કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, નવા ફિલ્ટર સામે, વિદ્યાનગર, ભાવનગર ને તા.૩૧/૦૩/૨૦૨૧ બુધવાર સુધીમાં હાર્ડકોપીમાં મોકલી આપવા જણાવ્યું હતું. લાભુભાઈ સોનાણીએ પોતાના વાર્તાલાપમાં વધુમાં ઉમેર્યું હતું કે ચિત્ર અથવા કાવ્ય કૃતિમાં સ્પર્ધકોએ નીચે જણાવેલ સાત રંગો વિષે ચર્ચા કરવાની રહેશે.
૧.આત્મવિશ્વાસ, ૨.કર્મનિષ્ઠા, ૩.અરમાન, ૪.ઉત્સાહ, ૫.સંવાદ, ૬.સહકાર અને ૭.કરુણા. આ પ્રત્યેક રંગો વિષે તેમણે ઉદાહરણ આપી સ્પર્ધકોને મંત્રમુગ્ધ કર્યા હતા.