ભાવનગર મહાપાલિકાની નવી ચૂંટાયેલી કારોબારી સમિતીની પ્રથમ બેઠક આજે ચેરમેન ધીરૂભાઇ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ૪૧ ઠરાવો રજુ કરવામાં આવ્યા હતા.
મહાપાલિકાની નવી ચૂંટાયેલી કારોબારી સમિત્તિની પ્રથમ બેઠક આજે ધીરૂભાઇ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને અચાનક જ મળી હોય તેમ બંધ બારણે ચર્ચાઓ કરાઇ હતી. સ્ટેન્ડીંગ કમિટીની બેઠકનો એજન્ડા અગાઉથી કોઇને આપવામાં આવ્યો ન હતો અને સ્ટેન્ડીંગના રૂમમાં બંધ બારણે બેઠક કરાઇ હતી અને તેમાં ૪૧ ઠરાવો રજુ કરાયા હતા. અને ચર્ચાઓ કરાઇ હતી. આ તમામ એજન્ડાઓ પૈકી શું ચર્ચાઓ થઇ કે કેટલા ઠરાવો મંજુર કરાયા તે અંગેની જાણકારી પત્રકારોને આપવામાં આવી ન હતી કે પત્રકારોને બેઠકમાં પણ જવા દેવાયા ન હતા આથી પત્રકારોમાં કચવાટ અનુભવાયો હતો.