ખરીકમાઇમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિધાર્થીઓ, શાળાઓનું કરાયું સન્માન

318

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા તા. ૧૪ને રવિવારે ત્રિવીધ સન્માન સમારોહ મ્યુ. કમિશ્નર એમ.એ.ગાંધી, પોલીસ જિલ્લા અધિક્ષક જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌર, સાઇન્સ કોલેજ ઇન્ચાર્જ પ્રિન્સીપાલ સી.જી. એમ. સુતરીયા, મેનેજીંગ ટ્રસ્ટી કાળુભાઇ સુતરીયા સહિતનાની ઉપસ્થિતિમાં યોજાઇ ગયો.
ખરીકમાઇ સપ્તાહ દરમિયાન સુંદર કાર્ય કરનાર કબ-બુલબુલ, સ્કાઉટ ગાઇડ, ભાગ લેનાર સંસ્થા શાખાનું સન્માન સર્વોત્તમ ખરીકમાઇ કરનાર બી.એન. વિરાણી, પ્રા.શાળા ને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ખરીકમાઇ રનીંગ શિલ્ડ અર્પણ કરાયો. આંતર રાષ્ટ્રીય સ્તરે સિધ્ધિ મેળવનાર રોવર્સે હાર્દ એ. પંડ્યા તથા ઓનલાઇન એક્ટીવીટીમાં સક્રિય ભાગ લેનાર રોવર્સ રેન્જર્સ, સ્કાઉટ ગાઇડરને સન્માનીત કરવાના આ સન્માન સમારોહમાં શિક્ષણવિદ નલિનભાઇ પંડિત, જિલ્લા સંઘનાં પ્રમુખ નિશિથભાઇ મહેતા, શાસનાધિકારી યોગેશભાઇ ભટ્ટ, ચિફ કમિશ્નર એન.એફ.ત્રિવેદી, ભાવનાબેન સુતરીયા, દર્શનાબેન ભટ્ટ, વિગેરેની હાજરી રહી હતી. ર૦ જેટલી શાળાઓના વાલીઓ, શિક્ષકો, સંચાલકો, વિગેરેની હાજરીમાં બાળકોને પ્રોત્સાહીત કરતા બંન્ને અધિકારીઓની ગાંધી અને રાઠૌરે સ્કાઉટીંગ જેવી ઉમદા પ્રવૃતિની આવશ્યક્તા અંગે અને તેનાથી થતા પડતરની ખુશી વ્યક્ત કરી હતી તો જી.એમ.સુતરીયાએ આ પ્રકારની પ્રવૃતિ દ્વારા બાળકોમાં શિસ્ત, રાષ્ટ્રપ્રેમ, સેવા ગુણો ખીલે છે. તેની વાત કરી પ્રવૃતિ માટે હંમેશા શાળાના દરવાજા ખુલ્લા હોવાનું જણાવ્યું હતું.

Previous articleબંધ બારણે મળેલી મહાપાલિકાની કારોબારી બેઠકમાં ૪૧ ઠરાવો રજુ
Next articleરાજ્ય સરકારે ચાર મહાનગરપાલિકા વિસ્તારમાં મુકેલ રાત્રી કરફ્યુને લીધે અમુક ટ્રીપોમાં ફેરફાર