જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામ ખાતે આવેલ ગેલ અંબેમાના મંદિરે પાંચમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ પાટોત્સવમાં ૧૫૧ કુંડી યજ્ઞ તેમજ ગામ ધુવાડા બંધ ભોજન તેમજ રાત્રીના લોક ડાયરો પમ યોજવામાં આવ્યો હતો મકવાણા પરિવારના કુળદેવી શ્રી ગેલ અંબેમાનું મંદિર કડિાયળી ગામે આવેલુ છે. આ મંદિર પુરાણું મંદિર આશરે ૪૦૦ વર્ષ જુનું હતું. અહીયા મકવાણા પરિવાર દ્વારા નવું મંદિર બનાવવામાં આવ્યુ છે. જ્યાં દર વર્ષે ચૈત્ર વદ ત્રીજના દિવસે પાટોત્સવ યોજવામાં આવે છે. સાથે સાથે હરીહર આ મંદિરનાં પટાંગણમાં દર વર્ષે કડિયાળી ગામ સમસ્ત સમુહલગ્નનું આયોજન પણ થાય છે. અને વર્ષમાં આ મંદિરનાં પટાંગણમાં ત્રણ મોટા કાર્યક્રમો યોજવામાં આવે છે. ૨૫ વર્ષ અગાઉ અહીયા માત્ર કેરડાના ઝાડ નીજે માં ગેલ અંબેનું નાનુ અમથુ ડેરી આવેલી હતી છેલ્લી વીસેક વર્ષથી અહી પચાસેક વીઘા જમીનમાં ભવ્ય મંદિર બંધાયેલુ છે. અહીયા ગામના આગેવાન જીલુભાઈ મકવાણા તેમજ ગામના સરપંચ નાગરભાઈ મકવાણા તેમજ ગામના મકવાણા પરિવારનાં દરેક સભ્યો સારી એવી કામગીરી કરી રહ્યા છે.
આ મંદિરમાં કાયમીક માટે અલગ અલગ છ મંડળની રચના પણ કરવામાં આવેલી છે. જેમાં અવીરત સેવા કાર્ય કરતાં ગણેશ ગૃપ નવદુર્ગા ગૃપ, બજરંગબલી ગૃપ, ગેલ અંબે ગૃપ, સીતારામ ગૃપ, વીરમાંધાતા ગૃપ, સારી એવી સેવા આખુ વર્ષ કરે છે.