ઘોઘા – દહેજ વચ્ચે નવી ફેરી સર્વિસનો પ્રારંભ

356

ઘોઘા – દહેજ વચ્ચે નવી ફેરી સર્વિસનો પ્રારંભ
ભાવનગર, તા. ૧૮
દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ – પોર્ટ્‌સ, શીપીંગ અને વોટરવેસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દહેજ- ઘોઘા – દહેજ વચ્ચે ફરી શરૂ કરેલ છે એક નવી ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે.
આ ફેરી મુસાફરો માટે ખુબજ આરામદાયક તેમજ ઓછા સમયમાં વધારે અંતર કાપવાની ક્ષમતા ધરાવશે. સંપૂર્ણ એસી બેઠક વ્યવસ્થા સાથે આ ફેરી ફક્ત ૨.૦ કલાકમાં ઘોઘા થી દહેજ વચ્ચેનું અંતર કાપી શકશે, જે રોડ મુસાફરી દ્વારા લગભાગ ૭-૮ કલાક જેટલો સમય લાગતો હોય છે. આ ઉપરાંત મુસાફરોને સુવિધા રહે તે માટે ઘોઘા અનેદહેજની આસપાસના વિસ્તારોમાં બસડ્રોપ અને પીકઉપ સુવિધા પણ રાખવામા આવેલ છે.
આ ફેરી દરરોજ દહેજ થી સવારે ૧૦ કલાકે તેમજ ઘોઘા થી બપોરે ૩.૩૦ કલાકે પ્રસ્થાન કરશે.
અંકલેશ્વર – દહેજ થી પીકઅપ માટેના સ્થળો રહશે વાલિયા ચોકડી, ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી, એબીસી સર્કલ, શ્રવણ ચોકડી, દહેજ રોપેક્સ ટર્મિનલ તથા ઘોઘા-ભાવનગરથી પીકઅપ માટેના સ્થળો રહશે નિલમબાગ, જેલસર્કલ, કાલીયાબીડ પાણીની ટાંકી, સંસ્કાર મંડળ, શિવાજી સર્કલ ,ઘોઘા ફેરી ટર્મિનલ. આ ફેરીના કોન્ટ્રાક્ટર એંગ્રીયા સીઇગલ લિમિટેડ છે
ફેરીનું એક તરફી જવાનું ભાડું પુખ્ત વય માટે ૩૫૦ રૂપિયા તથા ૧૨ વર્ષથી નાના બાળકો માટે ૨૫૦ રૂપિયા નક્કી કરવામાં આવેલ છે. ટિકિટ બુકિંગ તેમજ વધારે જાણકારી માટે ૯૬૧૧૬૮૭૭૮૮, ૯૦૨૨૯૦૭૮૭૪ નો સંપર્ક પણ કરી શકાશે તથા વધારે જાણકારી માટે ુુુ.જીટ્ઠીટ્ઠખ્તઙ્મીકીિિઅ.ર્ષ્ઠદ્બ વેબસાઇટનો સંદર્ભ લઇ શકાશે.

Previous articleરાજ્ય સરકારે ચાર મહાનગરપાલિકા વિસ્તારમાં મુકેલ રાત્રી કરફ્યુને લીધે અમુક ટ્રીપોમાં ફેરફાર
Next articleકાપડિયા કોલેજની વિધાર્થીનીઓનું સ્વાગત