(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૮
પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલે આઈપીએલની આગામી સિઝન ૧૪ મુંબઇ ઇન્ડીયન્સને લઇને પોતાનો મત વ્યક્ત કર્યો છે. પાર્થિવ પટેલનુ માનવુ છે, આગામી સિઝનમાં ચેન્નાઇ અને દિલ્હીની ધીમી પિચો પર રમતથી ટીમને કોઇ જ નુકશાન નહી થાય. પાર્થિવ પટેલ એ કહ્યુ, મને નથી લાગતુ કે, તેનાથી મુંબઇ ઇન્ડીયન્સને કોઇ નુકશાન પહોંચે. જો તમે મુંબઇ ઇન્ડીયન્સની ટીમને પાછળના વર્ષની નજરથી જોશો તો, ટીમ પાસે કોઇ જ અનુભવી સ્પિનર નથી.
મુંબઇ પાસે કૃણાલ પંડ્યા અને રાહુલ ચહર છે. પરંતુ તેમની પાસે કોઇ જ અનુભવી સ્પિનર નહોતો. પરંતુ મુંબઇની ટીમે આ વર્ષની હરાજી દરમ્યાન મહત્વનુ કાર્ય એ કર્યુ છે, તેમણે લેગ સ્પિનર પિયુષ ચાવલાને ખરીદી લીધો છે. ચાવલા પાસે અનુભવ છે, તેઓ જાણે છે કે, ચેન્નાઇની ધીમી અને નિચલી પીચ પર કેવી રીતે બોલીંગ કરવામાં આવે. તેમણે કહ્યુ હતુ કે, એટલા માટે જ મારુ માનવુ છે કે મુંબઇ એ તમામ ક્ષેત્રોને કવર કરી લીધા છે. હવે જો કે એ વાત પર નિર્ભર કરે છે કે, તેઓ ક્યા રમે છે. તેનું તેમને કોઇ જ નુકશાન નહી થાય. ચેમ્પિયન્સ આ જ કામ કરે છે. ટુર્નામેન્ટ જીતવા બાદ તેઓ એ સ્થાનને ભરે છે, જે સ્થાન ખાલી રહી ગયા હોય. મુંબઇ ઇન્ડીયન્સે એ જ કામ કર્યું છે.
Home Entertainment Sports ચેન્નાઇ-દિલ્હીની ધીમી પિચો પર મુંબઇ ઇન્ડીયન્સને કોઇ નુકશાન નહીઃ પાર્થિવ પટેલ