રાજુલાના દરિયા કાંઠે મહાકાય રિલાયન્સ નેવલ કંપની સામે તેમજ પ્રાંત કચેરી સામે ર૦૦ બાકીદાર કોન્ટ્રાક્ટરોની આત્મવિલોપનની ચિમકી કરોડો રૂપિયા ન ચુકવતી કંપનીએ કોન્ટ્રાક્ટરના પરિવારને પાયમાલ કર્યાથી આંદોલન ઉગ્ર સોમવાર સુધીમાં નાણા ન ચુકવાય તો મંગળવારે આત્મવિલોપન તંત્ર દ્વારા માંડવા પણ ફગાવી દેવાયા છે.
રાજુલાના દરિયા કાંઠે મહાકાય રિલાયન્સ નેવલ કંપની સામે કરોડો રૂપિયા કંપનીના કોન્ટ્રાક્ટરોને ન ચુકવતા સામે દિવસ આઠમાં એટલે તા.૯-૪-ર૦૧૮ને સોમવાર સુધીમાં ન ચુકવાય તો તા.૧૦-૪ને મંગળવારે ર૦૦ બાકીદાર કોન્ટ્રાક્ટરો કંપનીના ગેટ સામે તથા પ્રાંત કચેરી સામે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે. રિલાયન્સ કંપની વર્ષોથી કંપનીના કામ આપેલ કોન્ટ્રાક્ટરો, કામદારો અને વેપારીઓનું શોષણ કરવાથી તમામ બાકીદારોના પરિવાર માઈમાલ થઈ ગયા છે અને આ બાબતે ઉઘરાણી કરતા એક કોન્ટ્રાક્ટરને નાણા તો ન ચુકવાયા પણ જવાબ પણ સારો ન મળતો ર૦૦ કોન્ટ્રાક્ટરો એ માનવ અધિકાર મંચના પ્રવિણ રામની આગેવાનીમાં કંપનીના ગેટ સામે માંડવા નાખી આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે શરૂ કરેલ પણ કંપનીની લાગવગશાહીથી જિલ્લાના પોલીસ અધ્યક્ષ દ્વારા આ આંદોલનકારીઓના માંડવા ઉખાડી ફેંકી દેવાયાથી અતિ રોષ ફેલાઈને ખળભળાટ મચી ગયો છે કે અમારા રૂપિયા અમને ન મળે ? અને પાઈમાલ થઈ ગયેલ કુટુંબને શું પોલીસ તંત્ર ગદરાવશે ? પોલીસ તંત્રને તટસ્થ રીતે ગરીબ બની ગયેલ કુટુંબોની વ્હારે ચડી કંપનીના અધિકારીઓ સાથે સમાધાન કરાવવાને બદલે ધરપકડ ? આ બાબતે બાકીદાર આંદોલનકારીઓ ર૦૦ કોન્ટ્રાક્ટરોનો માળો પીંખાઈ ગયેલ. રોષે ભરાઈને અંતે આત્મવિલોપનનો માર્ગ નક્કી કરી જ નાખ્યો છે. તંત્ર દ્વારા કંપનીએ માંડવા ઉખેડી ફેંકી દીધા તો ઉનાળાના ધોમધખતા તાપમાં તડકે પણ કોઈ જાતની તંત્ર પણ બીક રાખ્યા વિના આંદોલન ર૪ કલાક આંદોલન શરૂ જ છે અને પોતાના હક્કના પરસેવાના રૂપિયા કંપની નહીં આપે ત્યાં સુધી કોઈપણ તંત્રની બાકી રાખ્યા વગર આત્મવિલોપન પણ કરીશું તેમ ર૦૦ બાકીદારો દ્વારા પ્રથમ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને જાણ કરેલ છે.