ભાવનગર રેલ્વે ડિવિઝનની બે વિશેષ ટ્રેન દોડાવાશે

311

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિયોની સુવિધા અને માંગ માટે ભાવનગર મંડળથી વધુ ૨ વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર રેલવે મંડળના સિનિયર ડિવીજનલ કમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદ દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ૧) ટ્રેન નંબર ૦૯૦૭૨/૦૯૦૭૧ મહુવા-સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક)ટ્રેન નંબર ૦૯૦૭૨ મહુવા – સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ દર બુધવારે ૨૦.૪૦ વાગ્યે મહુવાથી ઉપડશે અને બીજા દિવસે ૦૭.૨૦ વાગ્યે સુરત પહોંચશે. આ ટ્રેન ૧૪ એપ્રિલ ૨૦૨૧ થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૦૭૧ સુરત – મહુવા સુપરફાસ્ટ સ્પેશિયલ દર બુધવારે સુરતથી ૦૫.૩૫ વાગ્યે ઉપડશે અને તે જ દિવસે ૧૬.૨૫ વાગ્યે મહુવા પહોંચશે. આ ટ્રેન આગામી ૧૪ મી એપ્રિલ ૨૦૨૧ થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન બંને દિશામાં રાજુલા, સાવરકુંડલા, લિલીયા મોટા, ઢસા, ધોલા, બોટાદ, લિમ્બડી, વઢવાણ સીટી, જોરાવરનગર, વિરમગામ, અમદાવાદ અને વડોદરા સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી ૩-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચનો સમાવેશ કરવામાં આવશે.૨) ટ્રેન નંબર ૦૯૦૯૩/૦૯૦૯૪ પોરબંદર – સાંતરાગાછી – પોરબંદર સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક)ટ્રેન નંબર ૦૯૦૯૩ પોરબંદર – સાંતરાગાછી સુપરફાસ્ટ સ્પેશિયલ પોરબંદરથી દર શુક્રવારે સવારે ૦૯.૦૫ વાગ્યે ઉપડશે અને રવિવારે ૦૬.૨૦ વાગ્યે સાંતરાગાછી પહોંચશે. આ ટ્રેન ૧૬ એપ્રિલ ૨૦૨૧ થી આગળની સૂચના સુધી દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૦૯૪ સાંતરાગાછી-પોરબંદર સુપરફાસ્ટ સ્પેશિયલ સાંતરાગાછીથી દર રવિવારે ૨૦.૧૦ વાગ્યે ઉપડશે અને મંગળવારે ૧૮.૩૫ વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેન ૧૮ એપ્રિલ ૨૦૨૧ થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન જામજોધપુર, ઉપલેટા, જેતલસર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર , ચંપા, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, પુરૂલિયા, આદ્રા, બાંકુરા, મિદનાપુર અને ખડગપુર સ્ટેશનો પર બન્ને દિશામાં રોકાશે. ટ્રેન નંબર ૦૯૦૯૪ ના બિષ્ણુપુર સ્ટેશન પર વધારાનો સ્ટોપ રહેશે. આ ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી ૩-ટાયર, સ્લીપર ક્લાસ, સેકન્ડ ક્લાસ બેઠક કોચનો સમાવેશ કરવામાં આવશે.ટ્રેન નંબર ૦૯૦૯૩, ૦૯૦૭૧ અને ૦૯૦૭૨ નું બુકિંગ ૨૨ માર્ચ ૨૦૨૧ના રોજ થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર ખુલશે. ઉપરોક્ત તમામ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે.

Previous articleતગડી ગામ પાસે આવેલ ઇન્ડેન ગેસ પ્લાન્ટ મોકડ્રીલ યોજાઈ
Next articleમરાઠી અભિનેત્રી સસુરાલ સિમર કા -૨માં લીડ રોલમાં