શિક્ષકોની યોગ શિક્ષણ અને દેશી રમતોની તાલીમ યોજાઇ

521

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર દ્વારા સાબરમતી આરાધના ભવન, પાલિતાણા મુકામે પાલિતાણા અને જેસર તાલુકાનાં કલસ્ટર વાઈજ ત્રણ શિક્ષકોની યોગ શિક્ષણ અને દેશી રમતોની ત્રણ દિવસની તાલીમ લાઇજન અધિકારી મુકેશભાઇ ધારૈયા અને બી.આર.સી હાર્દિકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી જેમાં તજજ્ઞ બી.એ.વાળા અને લશ્કરભાઈ ભાલિયા તથા ફિરોજખાન પઠાણ દ્વારા તાલીમાર્થી શિક્ષકોને ધ્યાન, પ્રાણાયામ, વિવિધ આસનોં, સૂર્યનમસ્કાર, વિવિધ મુદ્રાઓમાં ધ્યાનમાં કઈ રીતે બેસવું તેમજ ઘણી બધી દેશી રમતો રમાડીને પ્રેકટિકલ જ્ઞાન સાથે તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમમાં શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Previous articleમહિલા સામખ્ય વિભાગ દ્વારા કિશોરી તાલીમ વર્કશોપ યોજાયો
Next articleબાપેસરા સિપાઈ જમાત દ્વારા બ્લડ ડોનેશન, ફ્રિ ચશ્મા વિતરણ